Junagadh : ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા : મહેશગીરી બાપુ
- Junagadh અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
- વિવાદ વચ્ચે મહંત મહેશગીરી બાપુ સાથે Gujarat First નો EXCLUSIVE સંવાદ
- ભૂતનાથ મંદિરનાં મહંત મહેશગીરી બાપુના પત્રથી ધડાકો
- જૂના અખાડાના સંરક્ષક હરિગીરી બાપુ પર સીધા આક્ષેપ
જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) બ્રહ્મલીન થયા બાદથી ગાદી માટે વિવાદ શરૂ થયો છે. ભૂતનાથ મંદિર અને દત્ત શિખરનાં મહંત મહેશગીરી બાપુએ ગઈકાલે એક પત્ર જાહેર કરી મોટો ધડાકો કર્યો હતો અને જૂના અખાડાના સંરક્ષક હરિગીરી બાપુ (Hari Giri Bapu) પર ગંભીર આક્ષેપ કર્યા હતા. આ વિવાદ વચ્ચે મહંત મહેશગીરી બાપુ સાથે Gujarat First એ EXCLUSIVE સંવાદ કર્યો છે.
આ પણ વાંચો - Junagadh: ગાદીનો વિવાદ વકર્યો, હરિગીરીએ મહંત બનવા 8 કરોડ આપ્યા - મહેશગીરીનો આરોપ
'ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયાઆપ્યા હતા'
જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરની ગાદીને લઈને સર્જાયેલા ઊગ્ર વિવાદ વચ્ચે આજે ભૂતનાથ મંદિરનાં મહંત મહેશગીરી સાથે Gujarat First એ EXCLUSIVE સંવાદ કર્યો છે. દરમિયાન, મહેશગીરી બાપુએ જૂના અખાડાના સંરક્ષક હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભવનાથ મંદિરનાં (Bhavnath Temple) મહંત બનવા માટે હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા. આ સાથે મહેશગારી બાપુએ હરિગીરી બાપુ પર સંતો અને તત્કાલીન કલેક્ટરને નાણાં આપ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. મહેશગીરી બાપુએ જે અખાડાનો પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો તેમાં કેટલાંક સંતોને નાણાં આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો - Junagadh : ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ
મારી પાસે અનેક પુરાવાઓ છે જે હું જાહેર કરીશ : મહેશગીરી બાપુ
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન મહેશગીરી બાપુએ કહ્યું કે, આ સત્યની લડાઈ છે મારી પાસે બીજા અન્ય કેટલાય પુરાવા છે, જે હું આગળ જાહેર કરીશ. તેમણે કહ્યું કે, જૂનાગઢમાંથી હું હરિગીરી બાપુને બહાર નીકાળીને જ રહીશ. જણાવી દઈએ કે, ગઈકાલે મહેશગીરી બાપુએ શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કર્યો હતો અને હરિગીરીએ મહંત બનવા 8 કરોડની લાંચ આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ લેટરમાં નેતાઓ અને બે કલેક્ટરનાં નામનો પણ ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો - Junagadh : ગાદી માટે વિવાદ વકર્યો! બ્રહ્મલિન તનસુખગીરી બાપુના પરિજનોની ચીમકી!