junagadh:સત્યમ હોટલના બાથરૂમમાંથી પરિણીતાનો મળ્યો મૃતદેહ!
- જૂનાગઢ હોટેલ સત્યમમા પરણિત મહીલાએ ઝેરી દવા પીઘી
- સારવાર મળે તે પહેલા મહિલાનુ મોત
- નીશા પંચોલી નામની મહીલાનુ મોત
junagadh: શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બસ સ્ટેશન નજીક આવેલી સત્યમ હોટેલના નવ નંબરના રૂમના બાથરૂમમાંથી પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં હતો. બનાવને લઈને મૃતકના પતિએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે નિવેદનના આધારે આગળની તપાસ શરૂ કરી છે.
ટ્યુશન માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા
મળતી માહિતી મુજબ ઓફિસેથી પોતાના ઘરે ગયા તે સમયે તેમના પત્ની જોવા ન મળતા તેમના દીકરાને પૂછતાં બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી અશ્વિનભાઈએ તેમની પત્ની નિશાબેનને ફોન કરતા “પોતે ટ્યુશનના માટે મળવા ગઈ છું કહી ફોન કટ કરી નાખ્યો હતો. જેથી ફરીવાર ફોન કર્યો પણ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.
આ પણ વાંચો -Rajkot Fake Police : રાજકોટમાંથી ઝડપાયો નકલી પોલીસ કર્મચારી
ઘરના લોકોને ચિંતા વારંવાર ફોન કરતા હતા
જેથી ઘરના લોકોને ચિંતા થતા વારંવાર ફોન કરતા હતા. જેમાં ત્રણ વાગ્યાની આસપાસ કરતા એક ફોન ઉપાડ્યો હતો. જેમાં સામેથી પુરુષનો અવાજ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “હું રમેશ બોલું છું અને નિશાએ સત્યમ હોટેલમાં ઝેરી દવા પી લીધી છે. જેથી તમે અહીં આવી જાવ