Junagadh : દિવાળી રક્તરંજિત બની, ફટાકડા ફોડવા મામલે માથાકૂટમાં એકનું મોત
- જૂનાગઢમાં ફટાકડા ફોડવા અંગેની બબાલના અંતે હત્યા
- એક યુવક પર આખો પરિવાર ધોકા વડે તુટી પડ્યો
- પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો
Junagadh : જૂનાગઢ (Junagadh) શહેરમાં દિવાળી (Diwali) રક્તરંજિત બની હોવાની ઘટના સામે આવી છે. મધુરમ સોસાયટી પાસે ફટાકડા ફોડવા જેવી બાબતે પરિવારના સભ્યોએ એક યુવકને લાકડી વડે કુટી નાંખ્યો (Fight Over Fire Cracker - Junagadh) હતો. જેમાં યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતા તેનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં અન્ય બે યુવકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંને યુવકો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, ફટાકડા ફોડવા જેવી બાબતે પરિવારે મળીને યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે.
દિવ્યાંગ ચુડાસમા નામનું મોત નીપજ્યું
પ્રકાશ પર્વ દિવાળી પર જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે પરિવારના સભ્યોએ મળીને યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આવું કૃત્ય કરનાર લોકો વિરૂદ્ધ ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા અંગે માથાકુટ થઇ હતી. જેમાં પતિ, પત્નિ અને પુત્ર તેમજ અન્ય યુવક મળીને યુવક પર લાકડીના ધોકા વડે તુટી પડ્યા હતા. જેમાં દિવ્યાંગ ચુડાસમા નામના યુવકનું મોત નીપજ્યું છે.
ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા
આ ઘટનામાં અન્ય બે યુવકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે પતિ, પત્નિ, પુત્ર તેમજ અન્ય યુવક વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધી છે. અને તમામની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે તે જેવું રહ્યું.
આ પણ વાંચો ---- ચા વેચનારને ત્યાં દરોડા, રૂ. 1.05 કરોડ રોકડા સહિત સોના-ચાંદીનો બેનામી ખજાનો મળ્યો