Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh મનપાના બજેટ બોર્ડમાં બબાલ, મેયરની ગેરહાજરી સામે સવાલ !

Junagadh જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવા માટે આજે બજેટ બોર્ડ અને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક શરૂઆતથી જ વિવાદોના વમળમાં રહી હતી. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધર્મેશભાઇ પોશીયા ગેરહાજર રહેતા ડેપ્યુટી મેયર આકાશ કટારાની અધ્યક્ષતામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની સામે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવી મેયરની હાજરીનો આગ્રહ રાખ્યો હતો.
junagadh મનપાના બજેટ બોર્ડમાં બબાલ  મેયરની ગેરહાજરી સામે સવાલ
Advertisement
  • Junagadh મનપાના બજેટ બોર્ડમાં મોટી બબાલ
  • મેયરની ગેરહાજરી ને લઈ વિપક્ષે સવાલો ઉઠાવ્યા
  • શાસકોએ વેરા વધારો કરતા વિપક્ષનો હોબાળો
  • વેરો વધારી શાસકો પાટલી થપથપાતા વિરોધ
  • ગત બજેટના મોટાભાગના કામ થયા નથી અને વધુ વાયદાઓ આપવાનું બંધ કરો - વિપક્ષ

Junagadh : જૂનાગઢ મહાનગર પાલિકાના (Junagadh Corporation) વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવા માટે મળેલા બજેટ બોર્ડમાં આજે મોટી બબાલ થઇ હોવાનું સામે આવ્યું છે. બજેટ જેવા મહત્વના મુદ્દે મળેલી બોર્ડમાં મેયર (Junagadh Mayor) ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યું છે. જેને લઇને વિપક્ષે અણિયારા સવાલો ઉઠાવ્યા છે, આ સાથે જ વેરા વધારાની જાહેરાત કરવામાં આવતા શાસકો દ્વારા પાટલી થપથપાવીને તેનું સમર્થન કરવામાં આવ્યું હતું, જેનો પણ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બજેટ સંબંધિત આગામી બેઠકોમાં પણ તગડા વિરોધના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે.

Tags :
Advertisement

.

×