Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ગાદી માટે વિવાદ વકર્યો! બ્રહ્મલિન તનસુખગીરી બાપુના પરિજનોની ચીમકી!

આજે ભીડભંજન ખાતે "ધૂળ લોટ વિધી હતી. ત્યારે, ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરી હતી.
junagadh   ગાદી માટે વિવાદ વકર્યો  બ્રહ્મલિન તનસુખગીરી બાપુના પરિજનોની ચીમકી
Advertisement
  1. અંબાજીનાં મહંત તરીકે અખાડા દ્વારા નિમણૂકની જાહેરાત થતાં વિવાદ (Junagadh)
  2. ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરી
  3. બ્રહ્મલીન તનસુખગીરીનાં પરિવારજનો અને સમર્થકોએ ઊગ્ર વિરોધ કર્યો

જુનાગઢમાં (Junagadh) ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) ગઈકાલે દેવલોક પામ્યા હતા. તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ હતી. આજે ભીડભંજન ખાતે "ધૂળ લોટ વિધી હતી. ત્યારે, ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા બ્રહ્મલિન તનસુખગિરી બાપુના પરિવારજનો અને સમર્થકોએ ઊગ્ર વિરોધ કર્યો હતો અને યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર આપઘાત કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો - Junagadh : મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા જ ગાદી માટે વિવાદ! આક્ષેપો બાદ મહેશગીરી બાપુની આવી પ્રતિક્રિયા

Advertisement

પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત થતાં વિવાદ વકર્યો

જુનાગઢમાં (Junagadh) ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) બ્રહ્મલીન થયા બાદથી ગાદીને લઈ વિવાદ ઊભો થયો છે. ગઈકાલે સમાધી યાત્રા દરમિયાન જ ગાદીને લઈ ભવનાથનાં (Bhavnath) મહંત હરીગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરનાં મહંત મહેશગીરી બાપુ વચ્ચે વિખવાદ થયો હતો. ત્યારે આજે ભીડભંજન (Bhid Bhanjan Mandir) ખાતે "ધૂળ લોટ વિધી" દરમિયાન ભવનાથનાં મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે જાહેરાત કરતા વિવાદ ઊગ્ર બન્યો હતો. બ્રહ્મલીન તનસુખગીરીના પરિવાર અને સમર્થકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Valsad : મંદિરમાં અભિષેક કરતી વેળાએ અચાનક ઢળી પડ્યો શખ્સ અને થયું મોત!

યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવારની આપઘાતની ચીમકી

બ્રહ્મલીન તનસુખગીરીના પરિવારજનોએ મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઊગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત સ્વીકારાય નહીં. સાથે જ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે તનસુખગીરીની પરંપરાને યોગ્ય ન્યાય નહી મળે તો સમગ્ર પરિવાર આપઘાત કરશે. એવી પણ ચર્ચા છે કે આ મામલે હજું મોટો વિવાદ સર્જાય શકે છે. સ્થાનિક પોલીસે સ્થિતિની ગંભીરતા સમજીને ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી આદરી હતી.

આ પણ વાંચો - Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ

Tags :
Advertisement

.

×