Junagadh : સિવિલ હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો, આરોપ કરતો Video વાઇરલ થતાં ચકચાર!
- Junagadh સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો
- હોસ્પિટલની બેદરકારીને લીધે 4-4 શિશુનાં મોતનો દાવો
- આરોપ કરતો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર!
- પરિવારનાં હોબાળા બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી
- તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણાઃ સુપ્રિન્ટેન્ડેન્ટ
Junagadh : જુનાગઢની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ફરીવાર વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી ગર્ભસ્થ શીશુનું મોત થયાનાં આક્ષેપો સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરોની બેદરકારીને કારણે એક નહીં પણ 4 બાળકનાં મોત થયા હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. આ મામલે યોગ્ય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોએ માગ ઉચ્ચારી છે. પરિવારજનો દ્વારા હોબાળો કરાતા સ્થાનિક પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે (Civil Superintendent) તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો - Chhota Udepur : અજાણ્યા વાહનચલાકે ટક્કર મારી, બાઇકસવાર 3 હવામાં ફંગોળાયા, બાઇક 600 મી. દૂર મળ્યું!
ડોક્ટરોની બેદરકારીનાં કારણે એક નહીં પણ 4 નવજાતનાં મોત થયાનો આરોપ
જુનાગઢની (Junagadh) સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ડોક્ટરોની બેદરકારીનાં કારણે એક નહીં પણ 4 નવજાત શિશુઓનાં મોત નીપજ્યા હોવાનો પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો હતો અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. હોસ્પિટલમાં પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે સ્થાનિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે હોબાળો કરતા પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો - Vadodara: મહિલા ખેલાડીઓ બાખડયા, એકબીજાના વાળ ખેંચ્યા, વીડિયો વાયરલ થતા..!
તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણાઃ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ Junagadh
જો કે, 4 નહીં બે શિશુનાં મોત થયા હોવાની પણ વાત સામે આવી છે. વીડિયો વાઈરલ થતા સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટની (Civil Superintendent) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, બે બાળકોનાં મોત અંગે ગાયનેક તેમ જ બાળ વિભાગનાં ડોક્ટરો પાસેથી સાચી હકીકત જાણી હતી કે ગર્ભવતી મહિલાનાં પેટમાં જ બાળકનું મોત થયું હતું તેવા રિપોર્ટ સાથે મહિલા અહીં દાખલ થયા હતા. છતાં સ્ટાફ દ્વારા તેમને પૂરતી સારવાર આપવામાં આવી હતી. બીજી મહિલાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે અધુરા મહિને થયું હતું અને તેનું વજન માત્ર 600 ગ્રામ હતું. નવજાત શિશુંને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ, છતાં તેનું મૃત્યુ થયું હતું. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીનાં આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
આ પણ વાંચો - Gujarat University એ પરીક્ષામાં કર્યો છબરડો : આવતીકાલનું પેપર આજે આપી દીધું