Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : મહંત મહેશગીરીના હરિગીરી બાપુ પર આકરા પ્રહાર, પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાને પણ લીધા આડે હાથ!

મહંત મહેશગીરીએ કહ્યું કે, સંતોના વિવાદમાં ગિરીશ કોટેચા કોણ ? તૂં કાંઈ શંકરાચાર્ય છે ?
junagadh   મહંત મહેશગીરીના હરિગીરી બાપુ પર આકરા પ્રહાર  પૂર્વ ડે  મેયર ગિરીશ કોટેચાને પણ લીધા આડે હાથ
Advertisement
  1. Junagadh ગિરનાર અંબાજી મંદિર ગાદીનો મામલો
  2. મહંત મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજી
  3. હરિગીરી બાપુ, પૂર્વ મેયર ગિરીશ કોટેચા પર કર્યા આકરા પ્રહાર
  4. મુચકુંદ ગુફાનાં મંહતનાં નિવેદનનો પણ આપ્યો જવાબ

જુનાગઢ (Junagadh) ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (Hari Giri Bapu) અને ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) વચ્ચે ચાલી રહેલો ગાદી વિવાદ સતત વકરી રહ્યો છે. આ મામલે બંને મહંત દ્વારા એકબીજા પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. ત્યારે, આજે મહેશગીરી બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં હરિગીરી બાપુ અને પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાને (Girish Kotecha) આડે હાથ લીધા હતા. મહેશગીરી બાપુએ મુચકુંદ ગુફાનાં મંહતનાં નિવેદનનો પણ મીઠી ભાષામાં જવાબ આપ્યો હતો.

મહંત મહેશગીરી બાપુની પ્રેસ કોન્ફરન્સ

ગાદી વિવાદ વચ્ચે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, તેમણે કહ્યું હતું કે, ભવનાથનાં મહંત હરિગીરી જેલમાં જવા માટે તૈયાર રહે. સાથે પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાને (Girish Kotecha) આડે હાથ લેતા કહ્યું કે, સંતોના વિવાદમાં ગિરીશ કોટેચા કોણ ? તૂં કાંઈ શંકરાચાર્ય છે ? અમને આશીર્વાદ આપે છે ? આ સાથે તેમણે ગિરીશ કોટેચા પર ગિરનારમાં વિકાસ નહીં કર્યાનો આરોપ પણ લગાવ્યો હતો. એવી માહિતી છે કે રાજકોટમાં (Rajkot) આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ગિરીશ કોટેચા મહેશગીરી બાપુનાં આક્ષેપનો જવાબ આપશે. જણાવી દઈએ કે, આ વિવાદમાં ગિરીશ કોટેચાએ સંતોને આવું ન કરવાનાં નિવેદન સાથેનો એક વીડિયો જાહેર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા, બીજી તરફ બ્રહ્મલીન મહંતના પરિજનોની પોલીસને અરજી

Advertisement

ફાંસી ચડો કે સન્યાસ છોડો પત્ર સાચો : મહેશગીરી બાપુ

મહેશગીરી બાપુએ એકવાર ફરી હરિગીરી બાપુ (Hari Giri Bapu) પર પ્રહાર કર્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 4 ઓકટોબર, 2021 નો આ પત્ર દસ્તાવેજ તરીકે ભવનાથ ડોક્યુમેન્ટની ફાઈલમાં છે. હવે, ફાંસી ચડો કે સન્યાસ છોડો જે કરવું હોય એ નિર્ણય કરો. પત્ર સાચો છે. મહેશગીરી બાપુએ (Mahant Maheshgiri) આગળ કહ્યું કે, હરિગીરી બાપુ ગુનો કબૂલી લો તો સજા ઓછી થશે. તેમણે કહ્યું કે, રાજુગીરી, અમરગીરી અને કૌશિકગીરી બાપુએ કોર્ટમાં લડત લડી પણ કોઈ ફેંસલો નહિ આવ્યો. સત્ય બહાર આવવું ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહંત હરિગીરી બાપુનો હુંકાર! કહ્યું - જો હું દોષિત સાબિત થઈશ તો...

ભવનાથ તો મુચકુંદ ગુફા થઈને જ જઈશ : મહેશગીરી બાપુ

જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરનાં ગાદી મામલે મહંત હરિગીરી બાપુ અને મહંત મહેશગીરી વચ્ચે જબરદસ્ત વિવાદ સર્જાયો છે. ગાદીનાં ઘમાસાણ વચ્ચે મુચકુંદ ગુફાનાં મંહત મહેન્દ્રાનંદજી મહારાજનું (Mahant MahendraNandJi Maharaj) નિવેદન સામે આવતા મહેશગીરી બાપુએ મીઠી ભાષામાં કહ્યું કે, મહેન્દ્રાનંદજી મહારાજને મારે કહેવું છે મારી આ લડાઈ હરિગીરી બાપુ સાથે છે. તેમણે આગળ કહ્યું કે, મહેન્દ્રાનંદજી મહારાજ હું ભવનાથ (Bhavnath) જઈશ તો ત્યાં ચા પીને જઈશ. જણાવી દઈએ કે, મહેન્દ્રાનંદજી મહારાજે થોડા દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે, ભવનાથ જાવું હોય તો પહેલા મુચકુંદ આવે એટલું યાદ રાખજો.

આ પણ વાંચો - Junagadh : ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા : મહેશગીરી બાપુ

Tags :
Advertisement

.

×