ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ગિરનાર લીલી પરિક્રમા રદ, કાદવ-કીચડને કારણે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે

Junagadh : ગિરનાર લીલી પરિક્રમાને રદ કરવાને લઈને સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કલેક્ટર, SP, વન વિભાગના DCF, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને સાધુ-સંતોની ટીમે ગિરનાર પરિક્રમા રૂટનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રૂટ સુરક્ષિત ન હોવાનું જણાઈ આવતા તમામ લોકોએ ભેગા મળીને સામૂહિક રીતે લીલી પરિક્રમા રદ કરવા માટે નિર્ણય લીધો હતો. કેમ કે રૂટમાં કાદવ-કિચડ સહિત અનેક જગ્યાઓ ભાણી ભરાયેલું જોવા મળ્યું હતું. તેથી અંતે પ્રતિકાત્મક પરિક્રમા વિશે સહમતિ બની હતી
05:00 PM Oct 31, 2025 IST | Mujahid Tunvar
Junagadh : ગિરનાર લીલી પરિક્રમાને રદ કરવાને લઈને સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કલેક્ટર, SP, વન વિભાગના DCF, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને સાધુ-સંતોની ટીમે ગિરનાર પરિક્રમા રૂટનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રૂટ સુરક્ષિત ન હોવાનું જણાઈ આવતા તમામ લોકોએ ભેગા મળીને સામૂહિક રીતે લીલી પરિક્રમા રદ કરવા માટે નિર્ણય લીધો હતો. કેમ કે રૂટમાં કાદવ-કિચડ સહિત અનેક જગ્યાઓ ભાણી ભરાયેલું જોવા મળ્યું હતું. તેથી અંતે પ્રતિકાત્મક પરિક્રમા વિશે સહમતિ બની હતી

Junagadh : જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની પ્રસિદ્ધ લીલી પરિક્રમા આ વર્ષે ભારે કમોસમી વરસાદ અને રૂટ પર કાદવ-કીચડને કારણે સંપૂર્ણપણે બંધ રાખવાનો સત્તાવાર નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી કે, "રૂટ પર અત્યંત કાદવ અને કીચડ હોવાથી પરિક્રમા કરવી શક્ય નથી, તેથી પરંપરા જાળવવા માટે માત્ર પ્રતીકાત્મક પરિક્રમા યોજવામાં આવશે." આ નિર્ણય બાદ હજારો યાત્રીઓમાં નિરાશા વ્યાપી છે, પરંતુ સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.

આજે સવારે કલેક્ટર, SP, વન વિભાગના DCF, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને સાધુ-સંતોની ટીમે ગિરનાર પરિક્રમા રૂટનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન રૂટના અનેક ભાગોમાં કીચડ, પાણીનો ભરાવો અને પથ્થરો ખસી પડ્યો હોવાના કારણે સામૂહિક રીતે પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. કલેક્ટરે જણાવ્યું કે, "યાત્રીઓની સુરક્ષા સર્વોપરી છે. આવી પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને પરિક્રમા કરાવવી જોખમી છે."

પરંપરા જાળવવા માટે 1 નવેમ્બરની રાત્રે સાધુ-સંતો દ્વારા ગિરનારના મુખ્ય સ્થળોએ પૂજન-અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ 2 નવેમ્બરની સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને અધિકારીઓની હાજરીમાં પ્રતીકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે. આ પ્રતીકાત્મક પરિક્રમા દરમિયાન વન વિભાગ, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમો સતત હાજર રહેશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલતી આ પરિક્રમામાં લાખો યાત્રીઓ ભાગ લે છે, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે ગિરનારના જંગલ વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણપણે અવરોધિત થયા છે. વન વિભાગે જણાવ્યું કે, રૂટ પરના કેટલાક પુલ અને પગથિયાંને પણ નુકસાન થયું છે, જેનું સમારકામ કરવામાં સમય લાગશે. પોલીસ વિભાગે પણ યાત્રીઓને ગિરનાર તરફ ન જવાની અપીલ કરી છે.

સ્થાનિક સાધુ-સંતોએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને કહ્યું કે, "ભગવાનની ઇચ્છા છે, પરંપરા તો પ્રતીકાત્મક રીતે પણ જીવંત રહેશે." જોકે, અનેક યાત્રીઓએ સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત કરી છે અને વરસાદને કારણે તેમની લાંબી તૈયારી વેડફાઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે યાત્રીઓને વૈકલ્પિક રીતે ઘરે રહીને પૂજા-અર્ચન કરવા અપીલ કરી છે.

આ પહેલાં પણ 2020માં કોરોના મહામારીને કારણે પરિક્રમા બંધ રાખવામાં આવી હતી, પરંતુ વરસાદને કારણે આ પ્રથમ વખત બંધ થઈ છે. વહીવટી તંત્રે આગામી વર્ષે વધુ સારી વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો- Unseasonal rain : ગુજરાતમાં માવઠું હજુ 3 દિવસ મચાવશે હાહાકાર : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણમાં યલો, અમદાવાદમાં હળવો વરસાદ

Tags :
#GirnarParikrama#Junagarhrain#LilyParikramaclosed#symbolicparikramagujaratnewsJunagadh
Next Article