ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : શિષ્યવૃતિનુ 4.60 કરોડનું મસમોટું કૌભાંડ, SOGની કાર્યવાહી, 12 સંસ્થાઓમાં છેતરપિંડી

Junagadh માં શિષ્યવૃત્તિ કૌભાંડ : 4.60 કરોડના મસ્મોટમાં SOGએ 4 આરોપીઓ પકડ્યા, પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં નકલી એડમિશન
07:23 PM Sep 16, 2025 IST | Mujahid Tunvar
Junagadh માં શિષ્યવૃત્તિ કૌભાંડ : 4.60 કરોડના મસ્મોટમાં SOGએ 4 આરોપીઓ પકડ્યા, પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં નકલી એડમિશન

Junagadh : જૂનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિના 4.60 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસ અંગે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી છે. જુનાગઢ SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે 4 આરોપીઓને અટકાયતમાં લીધા છે, અને હજુ એક આરોપીની શોધખોળ ચાલુ છે. આ કૌભાંડ હેલ્થ અને પેરામેડિકલ સેન્ટરો ચલાવતા વ્યક્તિઓએ આચર્યું હતું, જેમાં કેશોદ, માળિયા, માણાવદર અને જુનાગઢમાં 12 સંસ્થાઓમાં નકલી એડમિશન બતાવીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કોર્ટે 4 આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.

SOGની કાર્યવાહી : 4 આરોપીઓની અટકાયત, એકની શોધખોળ

જૂનાગઢ SOG ટીમે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ તપાસમાં 4 આરોપીઓને પકડ્યા હતા. રમેશ કાળુ બાંકુ, રમણીક રાઠોડ, ભાવીન ડડાણીયા અને જગદીપ પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત, ઉમરેળીયાના ફારુકને પકડવા માટે પોલીસના ચક્રો ગતિમાન છે. આરોપીઓ કેશોદ, માળિયા, માણાવદર અને જુનાગઢમાં પેરામેડિકલ અને એજ્યુકેશન સેન્ટરો ચલાવતા હતા. તેઓએ નકલી વિદ્યાર્થીઓના એડમિશન બતાવીને શિષ્યવૃત્તિના પૈસા ખિસ્સા ભેગા કર્યા હતા. કુલ 12 સંસ્થાઓમાં આ કૌભાંડ થયું છે, જેમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટમાં 96 લાખથી વધુ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં 81 લાખથી વધુ, કૃષ્ણા પેરામેડિકલમાં 68 લાખથી વધુની રકમ ખોટી રીતે મેળવી લેવામાં આવી છે.

આ પણ વાંચો- Vadodara Crime : ‘પ્રતિક પટેલ’ના નામે ઇકબાલ પરમારે યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ, ઓળખ છતી છતાં મોતની ધમકી

શિષ્યવૃત્તિ કૌભાંડની મોડસ ઓપરેન્ડી : નકલી એડમિશનથી મસમોટી કમાણી

આરોપીઓએ પેરામેડિકલ અને હેલ્થ કોર્સીસમાં નકલી વિદ્યાર્થીઓના એડમિશન બતાવીને શિષ્યવૃત્તિના પૈસા સરકાર પાસેથી પડાવી લીધા છે. તેઓએ નકલી ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ ભરીને સરકારી યોજનાઓમાંથી રકમ મેળવી હતી. SOG ટીમે તપાશમાં આ 12 સંસ્થાઓમાંથી કુલ 4.60 કરોડની છેતરપિંડીની માહિતી મેળવી છે. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 420 (છેતરપિંડી), 406 (દુરુપયોગ) અને IT એક્ટ હેઠળ કેસ નોંધાયો છે. કોર્ટે 4 આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે, અને તપાશમાં વધુ માહિતી સામે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

Junagadh SOGની કાર્યવાહી : તપાશમાં વધુ કૌભાંડ સામે આવશે

SOG ટીમે આ કાર્યવાહીમાં 4 આરોપીઓને પકડ્યા અને તેમની પાસેથી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. તપાશમાં સામે આવ્યું કે આ રેકેટ કેટલાક વર્ષોથી ચાલુ હતું અને અન્ય જિલ્લાઓમાં પણ તેની શાખાઓ હોઈ શકે છે. તો ફરાર એક આરોપી ઉમરેળીયાના ફારુકને પકડવા માટે પોલીસે વિશેષ ટીમ તૈનાત કરી હોવાની માહિતી પણ મળી રહી છે.

આ પણ વાંચો- Narmada : સરકારી યોજના થકી ચાલતી શાળાના વિદ્યાર્થીઓને કેમ શાળાના દરવાજા સામે કરવો પડ્યો વિરોધ પ્રદર્શન ?

Tags :
#FakeAdmission#JunagarhScholarshipScam#ParamedicalInstitute#ScholarshipFraud#SOG #4.60CroreScamGujaratiNewsJunagadh
Next Article