Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ખરેખર..! સામાન્ય બાબતમાં વનકર્મીઓએ IAS-IFS‌ અધિકારીઓ સાથે કરી મારામારી!

Junagadh ના સાસણમાં વનવિભાગનાં કર્મચારીઓની દાદાગીરી! વનકર્મીઓએ IAS-IFS‌ અધિકારીઓ સાથે મારામારી કરી હોવાનો આરોપ આ મારામારીની ઘટનાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ જુનાગઢનાં (Junagadh) સાસણમાં વનવિભાગનાં કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. સાસણમાં વનકર્મીઓએ IAS-IFS‌ અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરી...
junagadh   ખરેખર    સામાન્ય બાબતમાં વનકર્મીઓએ ias ifs‌ અધિકારીઓ સાથે કરી મારામારી
Advertisement
  1. Junagadh ના સાસણમાં વનવિભાગનાં કર્મચારીઓની દાદાગીરી!
  2. વનકર્મીઓએ IAS-IFS‌ અધિકારીઓ સાથે મારામારી કરી હોવાનો આરોપ
  3. આ મારામારીની ઘટનાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ

જુનાગઢનાં (Junagadh) સાસણમાં વનવિભાગનાં કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. સાસણમાં વનકર્મીઓએ IAS-IFS‌ અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરી હોવાનો આક્ષેપ થયો છે. આરોપ અનુસાર, બાળકને લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતમાં વનવિભાગનાં કર્માચારીઓએ અધિકારીઓને માર માર્યા હતો. સાસણની (Sasan) બજારમાં થયેલી મારામારીની ઘટનાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ હતી. જો કે, અંતે બંને પક્ષે સમાધાન કરી લેતા હાલ મામલો થાળે પડ્યો છે.

આ પણ વાંચો - IPS Hasmukh Patel એ સક્રિય સેવાઓમાંથી આપ્યું રાજીનામું, જાણો કારણ!

Advertisement

વનકર્મીઓએ IAS-IFS‌ અધિકારીઓ સાથે મારામારી કરી હોવાનો આરોપ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, જુનાગઢનાં (Junagadh) સાસણમાં IAS-IFS‌ અધિકારીઓ પરિવાર સાથે ફરવા ગયા હતા. દરમિયાન, ઉચ્ચ અધિકારીના પુત્રને ફોરેસ્ટ કોલોની નજીક લઘુશંકા કરાવવા બાબતે વન વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ સમયે ગુજરાત કેડરનાં IAS જે. રજનીથ કુમાર જેઓ Secretary -GERC & Addl. CEO-GSDMA તથા ગાંધીનગર સીએફ ડો. ટી. કરૂપ્પાસ્વામી તેમના બાળકો સાથે હતા. આરોપ અનુસાર, IAS-IFS‌ અધિકારીઓ સાથે સાસણ નોર્મલ રેન્જનાં મહિલા ગાર્ડ તથા ફોરેસ્ટર હિતેશ રાઠોડે ઝઘડો કરીને મારામારી કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : લોધિકામાં વિદ્યાર્થીના આપઘાત મામલે આચાર્ય, બે શિક્ષકો વિરુદ્ધ મોટી કાર્યવાહી!

સાસણની બજારમાં મારામારીની ઘટના ગાંધીનગર સુધી પહોંચી!

જો કે, સાસણની (Sasan) બજારમાં થયેલી મારામારીની આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત ગાંધીનગર (Gandhinagar) સુધી પડ્યા હતા. બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતા હાલ મામલો થાળે પડ્યો છે. માહિતી અનુસાર, વન વિભાગનાં (Forest Department) ઉચ્ચ અધિકારીએ પણ હાથાપાઈ કરી હોવાની યુનિયન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટના બાદથી વન વિભાગમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો - Surat : સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં મચ્છરોનો ત્રાસ! ગરમ દૂધમાંથી મચ્છર નીકળતા વિવાદ

Tags :
Advertisement

.

×