Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

junagadh: રમતગમત સમારોહ પહેલા છબરડો, આમંત્રણ પત્રિકામાં MLA ના નામ જ બદલી દીધા

જૂનાગઢ રમત ગમત સમારોહમાં મોટો છબરડો સામે આવ્યો છે. આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ જ બદલી નાંખ્યા હતા. 10 એપ્રિલે કાર્યક્રમ યોજાવાનો છે.
junagadh  રમતગમત સમારોહ પહેલા છબરડો  આમંત્રણ પત્રિકામાં mla ના નામ જ બદલી દીધા
Advertisement
  • જૂનાગઢમાં રમત ગમત સમારોહમાં છબરડો
  • આમંત્રણ પત્રિકામાં MLA ના નામ બદલ્યા
  • સંજય કોરડીયાને ગીર સોમનાથના ધારાસભ્ય ગણાવ્યા
  • ખાતમુહુર્ત સમારોહમાં આમંત્રણ કાર્ડમાં છબરડો

જૂનાગઢમાં ખાતમુર્હત સમારોહનાં આમંત્રણ કાર્ડમાં મોટો છબરડો થયો છે. જેમાં સંજય કોરડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય ગણાવ્યા છે. જ્યારે વાસ્તવમાં સંજય કોરડિયા જૂનાગઢનાં ધારાસભ્ય છે. અને વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે.


ખાતમુહૂર્ત સમારોહની આમંત્રણ પત્રિકામાં મોટો છબરડો

જૂનાગઢનાં ઉપરકોટ ખાતે આગામી તા. 10 એપ્રિલ નાં રોજ વીર દેવાયત મેમોરિયલનાં ખાતમુર્હત કાર્યક્રમ યોજાનાર છે. રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ પુરાતત્વ અનં સંગ્રહાલય વિભાગ ગાંધીનગર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ  પણ વાંચોઃ Surat: માંડવી કાર્યકર્તા સંમેલનમાં કુંવરજી હળપતિની જીભ લપસી, જુઓ વીડિયો

Advertisement

આમંત્રણ કાર્ડમાં ગંભીર ભૂલ સામે આવી

આમંત્રણ કાર્ડમાં ગંભીર ભૂલ સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાને ગીર સોમનાથના ધારાસભ્ય અને જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાને ગીર સોમનાથનાં સાંસદ ગણાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Gondal : જુના માર્કેટિંગ યાર્ડની ઘટના, સળગતી કાર 100 ફૂટ સુધી દોડી અને..! જુઓ Video

ભાજપને એ પણ ખ્યાલ નથી કે પોતાના ધારાસભ્ય ક્યાં વિસ્તારના છેઃ વિમલ ચુડાસમા

આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને મીડિયાનાં માધ્યમથી ખબર પડી કે ગીર સોમનાથનાં ધારાસભ્ય તરીકે સંજયભાઈનું નામ લખ્યું છે. સરકાર ખોટું કરવામાં એ પણ ભૂલી ગયા છે કે ક્યાં ધારાસભ્ય ક્યાંના છે એ પણ એમને ખ્યાલ નથી. ભારતીય જનતા પાર્ટી અત્યારે ગૂંચવાઈ ગઈ છે. સત્તાના નશામાંએ ભૂલી ગઈ છે. પોતાના ધારાસભ્ય ક્યાં વિસ્તારના છે એ ભારતીય જનતા પાર્ટીને પણ ખ્યાલ નથી.

આ પણ વાંચોઃ Gandhinagar : એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, બીજી તરફ BJP નું સક્રિય કાર્યકતા સંમેલન

Tags :
Advertisement

.

×