Junagadh ના કેશોદમાં એક એવી ઘટના બની કે જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે, જેમાં પુત્રને વિદેશ જઉં હતુ અને રૂપિયાની જરૂર પડતા તેણે તેની માતાને માર મારી ગળું દબાવી રોકડા તેમજ દાગીના પડાવી લેતા માતાએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Junagadh ના કેશોદમાં પુત્રએ માતાને માર મારી દાગીના અને રોકડ પડાવી લીધા છે, તો સમગ્ર ઘટનામાં માતાએ એક મહિના બાદ પુત્ર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે અને તપાસનો ધમધમાટ કર્યો છે, આરોપી પુત્ર પોલીસના રિમાન્ડ પર છે અને પુત્ર ચા ના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
કેશોદની રાધા રમણ સોસાયટીનો બનાવ
સગા પુત્ર દીપ વ્યાસે પોતાની જનેતા પ્રફુલા દવેનું ગળું દબાવી માર માર્યો અને ઘરમાં રહેલ પાંચ લાખ રોકડ અને 10 લાખ રૂપિયાના દાગીના અને એક બાઈક સહિતનો મુદ્દામાલ પડાવી લીધો છે.
તો માતાએ તેને સમજાવ્યો પણ પુત્ર માન્યો નહી અને આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. વિદેશ જવાની ઘેલછામાં પોતાની માતાનું ગળું દબાવી રોકડ તેમજ દાગીના પડાવી લીધા અને મૃત્યુનો ભય બતાવી માતાનું દબાવ્યું ગળુ. આરોપી દીપ વ્યાસ હાલ જૂનાગઢ ખાતે ચા નો કરે છે વ્યવસાય.
માતાએ પુત્ર વિરુદ્ધ કરી ફરિયાદ
પ્રફુલ્લા દવેએ કેશોદ પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર દીપ વ્યાસ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ અને એક મહીના બાદ માતાએ પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે દીપ વ્યાસની કરી ધરપકડ. તો કોર્ટે આજદિન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો માતાનું કહેવું છે કે તેમના રૂપિયા પડાવી લેવા માટે પુત્ર અવાર-નવાર તેમની સાથે ઝઘડો કરતો હતો. હાલ પોલીસે ધરપકડ કરી છે અને પુત્રને જેલ થશે એ નક્કી છે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી