Junagadh : 'જય ગિરનારી' ના નાદ સાથે લીલી પરિક્રમા બે દિવસ પહેલા જ શરૂ, જાણો શું છે કારણ ?
- ગિરનારની લીલી પરિક્રમા નિયમ સમયથી બે દિવસ વહેલી શરૂ થઈ (Junagadh)
- ભવનાથ તળેટી ખાતે લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચતા વહેલી શરૂ કરવાનો નિર્ણય
- લીલી પરિક્રમા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
જુનાગઢ જિલ્લામાં (Junagadh) ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. જો કે, એકાએક લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચતા પરિક્રમા તેના નિયમ સમયથી 2 દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે ઈટવા ચેકપોસ્ટનો ગેટ ખુલ્લો કરી દેતા શ્રદ્ધાળુઓએ 36 કિલોમીટરની પરિક્રમા શરૂ કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી પરિક્રમાને (Lili Parikrama 2024) લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Kheda : વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ, આજે PM મોદી જોડાશે, રૂ.200 ના ચાંદીનાં સિક્કાનું કરશે અનાવરણ
એકાએક શ્રદ્ધાળુઓનો ટ્રાફિક વધી જતાં લીલી પરિક્રમા બે દિવસ વહેલી શરૂ
જણાવી દઈએ કે, ગિરનારની (Girnar) લીલી પરિક્રમાનો દર વર્ષે કારતક સુદ અગિયારસની રાત્રે 12 વાગ્યે સંતોની હાજરીમાં વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે આ પરિક્રમા 12 નવેમ્બરની રાત્રિનાં 12 વાગ્યે વિધિવત રીતે શરૂ થવાની હતી. પરંતુ એકાએક શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવી પહોંચતા ટ્રાફિક વધી ગયો હતો. આથી, પરિક્રમાને (Lili Parikrama 2024) તેના નિયત સમયનાં બે દિવસ પહેલા જ શરૂ કરવાની ફરજ પડી હતી. ગિરનારની (Junagadh) લીલી પરિક્રમા 15 નવેમ્બર સુધી યોજાશે. વહેલી સવારે ભવનાથ તળેટી (Bhavnath Talety) નજીક ઈટવા ચેકપોસ્ટ નો ગેટ ખુલ્લો કરી દેતા શ્રદ્ધાળુઓએ ગિરનારી નાદ સાથે 36 કિમીની લીલી પરિક્રમાની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો - લીલી પરિક્રમા કરવા જતા શ્રદ્ધાળુઓને Rajkot એસટી વિભાગની ભેટ, 50 એક્સ્ટ્રા બસો દોડાવાશે
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પ્રથમ વખત સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા
દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી પરિક્રમાને લઈ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સાથે જ પરિક્રમા કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી વેઠવી ના પડે તે માટે પણ વનતંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા દરમિયાન 80 જેટલા અન્નક્ષેત્રોનાં સંચાલકોને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ પર્યાવરણને નુકસાન ના પહોંચે તે બાબતનું પણ ખાસ ધ્યાન રખાયું છે. પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવા માટે તંત્ર સજ્જ છે. જણાવી દઈએ કે, આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા થઈ રહી છે. વન વિભાગે (Forest Department) 11 એન્ટી પ્લાસ્ટિક કોડ પણ બનાવી છે. યાત્રિક પાસેથી પ્લાસ્ટિક પકડાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો - Bhavnagar : અનોખી લગ્ન કંકોત્રી! ‘બટેંગે તો કટેંગે’ નું સૂત્ર, સાથે જ આપ્યો આ ખાસ સંદેશ