ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : 'Mahakumbh' સ્પેશિયલ ટ્રેનને આખરે મળ્યું જુનાગઢનું સ્ટોપેજ

પ્રયાગરાજ મહાકુંભની (Prayagraj) ટ્રેનમાં ધર્મનગરી જુનાગઢ બાકાત રહ્યું હતું.
10:37 PM Jan 16, 2025 IST | Vipul Sen
પ્રયાગરાજ મહાકુંભની (Prayagraj) ટ્રેનમાં ધર્મનગરી જુનાગઢ બાકાત રહ્યું હતું.
Junagadh_gujarat_first
  1. Mahakumbh 2025 સ્પેશિયલ ટ્રેનને જુનાગઢનું સ્ટોપેજ મળ્યું
  2. વેરાવળથી વારાણસી સ્પેશિયલ ટ્રેનમાં જુનાગઢ ભુલાયું હતું
  3. સ્થાનિકો દ્વારા આ અંગે રજૂઆત કરી સ્ટોપેજ આપવા માગ કરાઈ હતી

ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં 'મહાકુંભ' નો (Mahakumbh 2025) પ્રારંભ થયો છે, જેમાં સ્નાન માટે દેશ-વિદેશથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે, ગુજરાતમાંથી પણ દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છે. દરમિયાન, જુનાગઢવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. મહાકુંભ સ્પેશિયલ ટ્રેનને હવે જુનાગઢનું (Junagadh) સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જે અગાઉ ભુલાયું હતું.

આ પણ વાંચો - Surat : ડાયમંડ હીરા બુર્સ નજીક કારે અચાનક પલટી મારી, 17 વર્ષીય વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત

વેરાવળથી વારાણસી સ્પેશિયલ ટ્રેનમાં જુનાગઢ ભુલાયું હતું

માહિતી અનુસાર, પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા 'મહાકુંભ' ને (Mahakumbh 2025) ધ્યાનમાં રાખીને મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે વેરાવળથી વારાણસી સ્પેશિયલ ટ્રેનને જુનાગઢનું (Junagadh) સ્ટોપેજ મળ્યું છે, જે અગાઉ ભુલાયું હતું. પ્રયાગરાજ મહાકુંભની (Prayagraj) ટ્રેનમાં ધર્મનગરી જુનાગઢ બાકાત રહ્યું હતું. અગ્રણી અમૃતભાઈ દેસાઈ સહિત સ્થાનિક લોકો દ્વારા આ અંગે રજૂઆત કરી સ્ટોપેજ આપવા માગ કરાતા રેલવે વિભાગે જૂનાગઢ સ્ટોપેજની માગ પૂર્ણ કરી છે.

આ પણ વાંચો - Ahmedabad : Happy Street પર ફરી જોવા મળશે ખાણીપીણીના રસિયાઓનો જમાવડો!

ગુજરાત ફર્સ્ટ જૂનાગઢને સ્ટોપેજ માગનો અહેવાલ કર્યો હતો પ્રસારિત

અગાઉ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પણ આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, હવે વેરાવળથી વારાણસી સ્પેશિયલ ટ્રેનને (Veraval to Varanasi Special train) જુનાગઢનું સ્ટોપેજ મળતા જુનાગઢવાસીઓમાં ખુશીનો માહોલ છે. પરંતુ, બીજી તરફ એવી પણ સમસ્યા છે કે મોડે મોડેથી મળેલા સ્ટોપેજમાં હવે રિઝર્વેશન ફૂલ થયાની પ્રબળ સંભાવનાઓ છે.

આ પણ વાંચો - Mehsana-અમદાવાદ હાઇવે પર કાર ઝાડ સાથે અથડાઈ! ગોઝારા અકસ્માતમાં 2 નાં મોત

Tags :
Breaking News In GujaratiDharmanagari JunagadhGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJunagadhLatest News In GujaratiMahakumbh Special trainMahakumbh-2025News In GujaratiPrayagrajUttar PradeshVeraval to Varanasi Special trainWestern Railway Department
Next Article