Junagadh : મહંત તનસુખગીરી બાપુને અપાઈ સમાધી, સંતો-મહંતો-ભાવિકોનું ઘોડાપુર!
- Junagadh માં અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુને અપાઈ સમાધી
- સાધુ-સંતો અને ભાવિકોની હાજરીમાં સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ
- ઇન્દ્ર ભારતી બાપુ, હરિ ગિરી બાપુ સહિતના સાધુ-સંતો રહ્યા હાજર
જુનાગઢમાં (Junagadh) ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) આજે દેવલોક પામ્યા હતા. સનાતની પરંપરા મુજબ મહંત તનસુખગિરી બાપુને સમાધી અપાઈ છે. તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સમાધી આપવામાં આવી છે. સમાધી આપતા સમયે ઇન્દ્ર ભારતી બાપુ (Indra Bharti Bapu), હરિ ગીરી બાપુ સહિતનાં સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Junagadh: ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું નિધન, સંતો-મહંતોમાં શોકની લાગણી
તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે અપાઈ સમાધી
જુનાગઢમાં (Junagadh) ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં (Girnar Shaktipeeth Ambaji Temple) મહંત શ્રી તનસુખગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા હતા. લાંબી બીમારીનાં અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ દેવલોક પામ્યા હતા. આજે તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ છે. સમાધી આપતા સમયે ઇન્દ્ર ભારતી બાપુ, હરિ ગીરી બાપુ (Hari Giri Bapu), સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથાઓ ક્યારે પકડાશે ? લોકોમાં અનેક સવાલ
ગિરનાર ક્ષેત્રનાં સાધુ-સંતો સહિત ભાવિકોમાં ભારે શોક
જણાવી દઈએ કે, તનસુખગીરી બાપુ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરનાં મહંત હતા. મહંત શ્રી તનસુખગીરી બાપુનાં દેવલોક થતા ગિરનાર ક્ષેત્રનાં સાધુ-સંતો સહિત ભાવિકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. તેમના અંતિ દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવ્યા હતા અને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
આ પણ વાંચો - Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ