Junagadh : મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા જ ગાદી માટે વિવાદ! આક્ષેપો બાદ મહેશગીરી બાપુની આવી પ્રતિક્રિયા
- Junagadh ના અંબાજીનાં મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતાં જ ગાદી માટે વિવાદ શરૂ
- સમાધી યાત્રા સમયે જ ગાદી માટે શરૂ થયો વિવાદ
- મહંત હરીગીરી બાપુ, ઇન્દ્રભારતી બાપુનું જૂથ અને મહંત મહેશગીરી વચ્ચે વિખવાદ
જુનાગઢમાં (Junagadh) ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) આજે દેવલોક પામ્યા હતા. તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો પહોંચ્યા હતા. બીજી તરફ મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાં જ ગાદી માટે પણ વિવાદ શરૂ થયો છે. સૌથી દુ:ખદ વાત તો એ છે કે સમાધી યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ ઊભો થયો હતો.
આ પણ વાંચો - Junagadh : મહંત તનસુખગીરી બાપુને અપાઈ સમાધી, સંતો-મહંતો-ભાવિકોનું ઘોડાપુર!
મહંત હરીગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને મહેશગીરી બાપુ વચ્ચે વિખવાદ
જુનાગઢમાં (Junagadh) ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરનાં (Girnar Shaktipeeth Ambaji Temple) મહંત શ્રી તનસુખગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા હતા. લાંબી બીમારીનાં અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ દેવલોક પામ્યા હતા. આજે તેમના નિવાસ ભીડ ભંજન મંદિર (Bhid Bhanjan Mandir) ખાતે સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ છે. જો કે, સમાધી યાત્રા દરમિયાન જ ગાદીને લઈ વિવાદ શરૂ થયો હતો. ભવનાથનાં મહંત હરીગીરી બાપુ, ઈન્દ્ર ભારતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરનાં મહંત મહેશગીરી બાપુ વચ્ચે વિખવાદ થયો હતો. અહેવાલ અનુસાર, બ્રહ્મલીન તનસુખગીરીના શીષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈએ આક્ષેપ કર્યો કે મહેશગીરી બાપુએ (Mahant Maheshgiri) હોસ્પિટલમાં જ સહી સિક્કા કરાવ્યા હતા.
આ પણ વાંચો - Junagadh: ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું નિધન, સંતો-મહંતોમાં શોકની લાગણી
અખાડો હરીગીરી નથી, હરીગીરી અખાડામાં છે : મહેશગીરી બાપુ
આ મામલે હવે મહેશગીરી બાપુની (Maheshgiri Bapu) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સમગ્ર આક્ષેપ વખોડ્યા હતા અને કહ્યું કે, સત્ય કહેવાનો મારો સ્વભાવ છે. ગુરુ પરંપરાની શાખ બચાવવાની છે. મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવાનું કહ્યું હતું. મહેશગીરી બાપુએ આગળ કહ્યું કે, સહી/સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં થયા હતા. અખાડો એ હરીગીરી નથી, હરીગીરી અખાડામાં છે. હું વેચાવાનો નથી. મારો એક જ ધ્યેય ગિરનારને અને ભવનાથને (Bhavnath) બચાવવાનો છે. મહેશગીરી બાપુએ કહ્યું કે, ટૂંક સમયમાં બધા રેકોર્ડ મીડિયા સમક્ષ રાખીશ.
આ પણ વાંચો - Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ