Junagadh : MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ
Junagadh જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ચોરવાડ તાલુકાના ઘુમલી ગામે રહેતા વિરેન્દ્ર રાઠોડ નામના વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
Advertisement
Junagadh : વિરેન્દ્ર રાઠોડ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યો હતો અને MBBSના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. ડોક્ટર બનીને સમાજસેવાનું સ્વપ્ન જોનાર આ યુવાનના અચાનક નિધનથી પરિવારજનો અને અન્ય લોકો સ્તબ્ધ બની ગયા છે. ઘટનાની જાણ થતાં પરિવારે પોલીસનો પણ સંપર્ક કર્યો હતો.

