ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : સો. મીડિયા પર મેસેજ વાઇરલ છતા ચકચાર, અપક્ષ કોર્પોરેટરે કરવી પડી સ્પષ્ટતા

સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયુવેગે વાઇરલ થતાં હવે અપક્ષ કોર્પોરેટર અશ્વિન ભારાઈની પ્રતિક્રિયા સામે આવી છે.
10:57 PM Jul 18, 2025 IST | Vipul Sen
સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયુવેગે વાઇરલ થતાં હવે અપક્ષ કોર્પોરેટર અશ્વિન ભારાઈની પ્રતિક્રિયા સામે આવી છે.
Junagadh_Gujarat_first
  1. જૂનાગઢ ભવનાથ મંદિરનાં મહંતની નિમણૂકનો વિવાદ (Junagadh)
  2. ભવનાથ મંદિરનાં મહંતની નિમણૂકમાં રાજનીતિ સક્રિય
  3. ચારેય કોર્પોરેટરનું ચાલુ મહંતને સમર્થન હોવાનો મેસેજ સો. મીડિયા પર વાઇરલ
  4. સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થતાં કોર્પોરેટર અશ્વિન ભારાઈની સ્પષ્ટતા
  5. મારી સાથે કોઈ પણ કોર્પોરેટરે સંકલન કરેલ નથી: અશ્વિન ભારાઈ

Junagadh : જુનાગઢ જિલ્લાનાં સુપ્રસિદ્ધ એવા ભવનાથ મંદિરનાં મહંતની (Bhavnath Temple Mahant) નિમણૂકના વિવાદમાં હવે રાજનીતિ સક્રિય થઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થયો હતો, જેમાં દાવો કરાયો હતો કે વર્તમાન મહંતની ફરી નિમણૂક કરવાનાં નિર્ણયને ચારેય કોર્પોરેટરનું સમર્થન છે. જો કે, સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયુવેગે વાઇરલ થતાં હવે અપક્ષ કોર્પોરેટર અશ્વિન ભારાઈની પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Amit Khunt Case : અમિત ખૂંટ કેસમાં પીડિતાની વકીલનો Video સંદેશ, ચોંકાવનારો ખુલાસો કર્યો!

ચારેય કોર્પોરેટરનું ચાલુ મહંતને સમર્થન હોવાનો મેસેજ સો. મીડિયા પર વાઇરલ

માહિતી અનુસાર, વોર્ડ નં. 10 નાં અપક્ષ કોર્પોરેટર અશ્વિન ભારાઈએ (Ashvin Bharai) સ્પષ્ટતા કરી જણાવ્યું કે, મારી સાથે કોઈ પણ કોર્પોરેટરે સંકલન કરેલ નથી. હું કોઈ પણને સમર્થન કે વિરોધ કરતો નથી. સનાતન ધર્મનાં કેટલાક લોકો મને મળ્યા હતા. મને કોઈ એ વિશ્વાસમાં લીધો નથી અને મને આ અંગે ખબર પણ નથી. તટસ્થતા સાથે અને નિયમો પ્રમાણે સરકાર સાચા સંતની નિમણૂક કરે તેવી હું વિનંતી કરું છું.

આ પણ વાંચો - Surat : બે દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 7 લાખ પડાવ્યા, ભેજાબાજ UP નાં મથુરામાંથી ઝડપાયો

મારી સાથે કોઈ પણ કોર્પોરેટરે સંકલન કરેલ નથી : અશ્વિન ભારાઈ

જણાવી દઈએ કે, હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થયો છે, જેમાં એવો દાવો કરાયો છે કે ભવનાથ મંદિરનાં (Junagadh) મહંત તરીકે વર્તમાન મહંતની ફરી નિમણૂક કરવામાં આવે આ નિર્ણયનું ચારેય કોર્પોરેટર દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. જો કે, આ મેસેજ વાઇરલ થયા બાદ હવે અપક્ષ કોર્પોરેટર અશ્વિન ભારાઈએ વીડિયો થકી નિવેદન આપી સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો - Bhavnagar : જેસર પંથકમાં ખેડૂતે ખાતર ખરીદ્યું, પરંતુ ઘરે આવીને થેલીમાં જોતા ચોંકી ઉઠ્યા!

Tags :
Ashvin BharaiBhavnath TempleBhavnath Temple MahantCorporate Coordinationgujaratfirst newsJunagadhMahant Appointment ControversyReligious PoliticsSocial MediaTemple ManagementTop Gujarati Newsviral message
Next Article