Junagadh : લોકો પાયલોટની સતર્કતાથી 6 સિંહો બચ્યા, જાણો સમગ્ર મામલો
- Junagadh રેલ ખંડમાં અદધો ડધઝ સિંહોનો જીવ બચાવાયો
- રેલવે ટ્રેક પર સિંહોનું ઝૂંડ આવી જતા લોકો પાયલટ સતર્ક બન્યા
- ઇમરજન્સી બ્રેક મારીને મોટી દુર્ઘટનાને ટાળી દેવામાં આવી હતી
Junagadh : જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે (Junagadh). વેરાવળ - જૂનાગઢ ટ્રેન જૂનાગઢ-વિસાવદર રેલ ખંડ વચ્ચેથી પસાર થતી હતી, તે દરમિયાન લોકો પાયલોટનું ધ્યાન ટ્રેક પર જતા તે ચોંક્યા હતા (Loco Pilot Save Lions). અને તુરંત જ ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી (Train Emergency Break). ટ્રેન આવતી હોવાની વાતથી અજાણ 6 જેટલા સિંહો ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા. લોકો પાયલોટની સતર્કતાથી તમામના જીવ બચ્યા છે. જેવા સિંહો રેલવેના ટ્રેકથી સુરક્ષિત અંતરે જતા રહ્યા, ત્યાર બાદ ટ્રેનની મુસાફરીને આગળ ધપાવવામાં આવી હતી.
આ પણ વાંચો - Amul Milk Price Hike : કાલથી કેટલા રૂપિયા વધુ આપવા પડશે? જાણો નવા દર
Junagadh, ટ્રેક પર પ્રાણી દેખાયા
ગુજરાતના સિંહો દેશ-દુનિયામાં વખણાય છે. પરંતુ હાલમાં ટ્રેનના લોકો પાયલટ દ્વારા સિંહોના જીવ બચાવવાની ઘટના ભારે ચર્ચામાં છે. આજરોજ જૂનાગઢ-વેરાવળ ટ્રેન જૂનાગઢ-વિસાવદરરેલ ખંડ વચ્ચે કિલોમીટર નંબર 05 / 01 નજીકથી પસાર થઇ રહી હતી. દરમિયાન લોકો પાયલોટ ચિંતન કુમાર અને પી રમેશની નજર આગળના ટ્રેક પર પ્રાણીઓ જતા હોવા પર પડતા તેઓ સતર્ક બન્યા હતા.
View this post on Instagram
સતર્કતાની સરાહના
તેમણે જોયું કે, રેલવે ટ્રેક પર 6 જેટલા સિંહો ટ્રેનના આગમનથી અજાણ ચાલી રહ્યા છે. જે બાદ તેમણે તુરંત ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી દીધી હતી. ત્યાર બાદ રેલવે ટ્રેકથી સિંહો જાતે જ જતા રહે તેની રાહ જોવામાં આવી હતી. જો કે થોડીક જ વારમાં સિંહોનું ઝૂંડ રેલવે ટ્રેકથી સલામત અંતરે દૂર જતું રહ્યું હતું. બાદમાં સ્થિતિ સુરક્ષિત જણાતા ટ્રેનને રાબેતા મુજબ આગળ ધપાવવામાં આવી હતી. આ ઘટના ગુજરાતમાં સિંહોની સુરક્ષા પ્રત્યેની સતર્કતા સમજવા માટે પુરતી છે. જ્યારે ગણતરીની સેકંડોમાં રેલવે ટ્રેક પર અક્સમાતે જીવન-મરણનો ફેંસલો થઇ જતો હોય છે. ત્યારે લોકો પાયલોટની સતર્કતાએ આજે અડધો ડઝન સિંહોનો જીવ બચાવ્યો છે. આ ઘટના જાણનાર તમામ લોકો પાયલટની સતર્કતાની સરાહના કરી રહ્યા છે.
આ પણ વાંચો - Surat માં ખાખીનો સપાટો: Rajasthan Police એ 84 માસૂમોને બાળ મજૂરીના નર્કમાંથી છોડાવ્યા


