Junagadh ની SBIમાં બબાલ, ઓફિસ હેડે ચીફ મેનેજરને જાહેરમાં માર મારતા કર્મચારીઓમાં ભારે રોષ
Junagadh ના SBIના ઉચ્ચ અધિકારીની દાદાગીરી આવી સામે આવી છે જેમાં એક કર્મચારીને માર મારતા અન્ય સ્ટાફમાં ફરજ બજાવતા લોકોમાં ભારે રોષ જોવા મળયો હતો. તો કર્મચારીને ફરજ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બહાઉદીન કોલેજ પાસે આવેલ SBI શાખામાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
Advertisement
Junagadh : ઓફીસ હેડ સુધીર શર્માએ ચીફ મેનેજર રવિન્દ્ર પ્રસાદને માર્યો માર Dvs ફરિયાદી 1 દિવસની રજા બાદ સિનિયરને મળવા ઓફીસમાં ગયો હતો અને અન્ય કર્મચારીઓની હાજરીમાં ઓફીસ હેડે ચીફ મેનેજર પર કર્યો હુમલો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, તો અન્ય સ્ટાફનો આક્ષેપ છે કે, ઓફીસ હેડ સુધીર શર્માનો ત્રાસ છે અને તેને તાત્કાલિક બદલી અથવા સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

