ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ઘેડમાં ઘૂસ્યા ઓઝત નદીના પાણી, ગામોના ગામો થઈ ગયા જળબંબાકાર

 જૂનાગઢમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે, ત્યારે ઘેડ પંથકમાં ફરીથી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે જૂનાગઢનું ઓસા ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. આ સહિત મટીયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આવી પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોને...
06:19 PM Jul 10, 2023 IST | Hiren Dave
 જૂનાગઢમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે, ત્યારે ઘેડ પંથકમાં ફરીથી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે જૂનાગઢનું ઓસા ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. આ સહિત મટીયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આવી પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોને...

 જૂનાગઢમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે, ત્યારે ઘેડ પંથકમાં ફરીથી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે જૂનાગઢનું ઓસા ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. આ સહિત મટીયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આવી પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે નદી ગાંડીતૂર બની છે. નદીના પાણી ગામમાં ફરી વળતાં ગામ બેટમાં ફેરવાયું છે. હાલ ગામમાં આવર-જવરનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાલ તો પાણી ઓસર્યા બાદ જ લોકો અવરજવર કરી શકે તેવી સ્થિતિ છે.

હજુ પણ ઉપરવાસમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ધોધમાર વરસાદની ભીતિ છે. હાલ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ઘેડ પંથકના વિસ્તાર ફુલરા, બગસરા, બાલાગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત, મટીયાણા ગામના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને જોતા આ સમગ્ર ગામ ખૂબ જ ભયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

માણાવદર તાલુકાનું મટીયાણા ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણું બની જતું હોય છે, ત્યારે આ ગામમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા પણ સામે આવી છે.

ઘેડ પંથકમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે. ખેતરોમાં પાણી ભરાવવાને કારણે ખેડૂતોને પાકમાં પણ ભારે નુકસાની  થવાની  ભીતિ  સર્જાઇ  છે

ઘેડ પંથક પાસેથી ઉભેણ અને ઓજત નદી પસાર થાય છે. આ નદીના પાણી ગામમાં ઘૂસી જવાની સમસ્યા પ્રવર્તી છે. આજે પણ બે દિવસના ઉપરવાસમાં પડેલા સતત વરસાદને લીધે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

હાલ મટીયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગામમાં ભારે વરસાદથી પાણી ભરાયા હોવાના દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલ સમગ્ર ઘેડ પંથકમાં ભારે પાણી ભરાવાને લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

રાજયના હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જુનાગઢમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ લાગી રહયું છે. ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

આપણ  વાંચો -ડીસાના કંસારી ગામે અવિરત વરસાદે અનેક ખેતરોને બેટમાં ફેરવ્યા, જિલ્લામાં ચાર દિવસથી વરસાદી માહોલ 

 

Tags :
Celestial scenesdesolationGujaratRainheavyrainJunagadhMatiana villagemonsoon2023Ozat RiverWeatherForecastWeatherNewsWeatherUpdate
Next Article