ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

 Junagadh : વાતાવરણની માઠી અસર, આ વર્ષે કેરી મોડી અને મોંઘી મળશે! 

Junagadh: કમોસમી વરસાદને લઈ જૂનાગઢના ( Junagadh) ખેડુતોના ચોમાસુ પાકનો સફાયો થયો છે સાથે બાગાયતી પાક પર પણ ગંભીર અસર ઉભી થઈ છે.ખાસ કરીને કેરીના પાક પર વિપરીત વાતાવરણ તેમજ સતત વરસાદને લઈ માઠી અસર હાલ જોવા મળી રહી છે.
03:24 PM Dec 07, 2025 IST | Sarita Dabhi
Junagadh: કમોસમી વરસાદને લઈ જૂનાગઢના ( Junagadh) ખેડુતોના ચોમાસુ પાકનો સફાયો થયો છે સાથે બાગાયતી પાક પર પણ ગંભીર અસર ઉભી થઈ છે.ખાસ કરીને કેરીના પાક પર વિપરીત વાતાવરણ તેમજ સતત વરસાદને લઈ માઠી અસર હાલ જોવા મળી રહી છે.
Junagadh kesar keri-Gujarat first

Junagadh: જૂનાગઢ જિલ્લામાં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસાના પાકનો મોટા ભાગનો સફાયો થઈ ગયો છે. સાથે જ બાગાયતી પાકો પર પણ ગંભીર અસર પડી છે. ખાસ કરીને ગિરનારની પ્રખ્યાત કેસર કેરીના પાકને આ વિપરીત હવામાને સૌથી વધુ અસર કરી છે. જેને લઈ કેરી મોડી તેમજ મોંઘી બની શકે છે.

કમોસમી વરસાદની બાગાયતી પાક પર પણ ગંભીર અસર

કેરીની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે, સતત વરસાદ અને આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું રહેવાથી ડિસેમ્બર મહિનામાં જે મોર (ફૂલ) આવવાનો હોય તે આવ્યો નથી. આંબા તો કોળિયા ધારણ કરી ચૂક્યા છે, પરંતુ મોર બહાર નીકળી શક્યો નથી. પરિણામે આ વર્ષે કેરી મોડી આવવાની તેમજ બજારમાં મોંઘી રહેવાની શક્યતા છે.

આંબા પર નિયમિત મોર આવ્યું નથી

કૃષિ વૈજ્ઞાનિકો પણ આ વાત સ્વીકારે છે કે હવામાનમાં થયેલો બદલાવ કેરીના પાક પર વિપરીત અસર કરી રહ્યો છે. ચાલુ વર્ષે વાવાઝોડાં, કમોસમી વરસાદ, ઓછી ઠંડી તેમજ વહેલી સવારે અને દિવસભર તાપમાનમાં થતા અસાધારણ ફેરફારને કારણે આંબાના ઝાડમાં નિયમિત મોર આવ્યું નથી. હાલ માત્ર 10 ટકા જેટલા ઝાડમાં જ મોર જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર આવનારી કેરીની સિઝન પર પડવાની છે.

કેસર કેરીનું ઉત્પાદન ઘટશે

આમ, કમોસમી વરસાદે જૂનાગઢના ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને ગિરનારની વિખ્યાત કેસર કેરીનું ઉત્પાદન પણ આ વર્ષે નોંધપાત્ર ઘટવાના સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો:  Jamnagar: 7 મકાન અને 79 દુકાનો તોડવાનું શરુ!, આટલી જમીન ખુલ્લી કરાશે!

Tags :
cropsGujaratGujarat FirstJunagadhMangoSaffron Mangounseasonal rains
Next Article