કોણ છે Justice Sanjeev Khanna? ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યું
- જસ્ટિસ સંજીવ ખન્ના રાષ્ટ્રપતિ ભવનમાં લીધા શપથ
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયે સમારોહ
- ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા
Justice Sanjeev Khanna:જસ્ટિસ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna)સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા. જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડનું સ્થાન લીધુ, જેઓ બે વર્ષના કાર્યકાળ બાદ 10 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. કેન્દ્ર સરકારે 24 ઓક્ટોબર, 2024ના રોજ જસ્ટિસ ખન્નાની નિમણૂકની જાહેરાત કરી હતી. ચાલો જાણીએ જસ્ટિસ સંજીવ ખન્ના વિશે
ચાર દાયકાથી વધુની કારકિર્દી
ન્યાયાધીશ સંજીવ ખન્નાની (Justice Sanjeev Khanna)ન્યાયિક કારકિર્દી ચાર દાયકાથી વધુ લાંબી છે. 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા પછી, તેમણે દિલ્હી હાઈકોર્ટમાં જતા પહેલા દિલ્હીની તીસ હજારી જિલ્લા અદાલતોમાં તેમની પ્રેક્ટિસ શરૂ કરી. તેમણે આવકવેરા વિભાગ માટે વરિષ્ઠ સ્થાયી સલાહકાર અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવા આપી હતી.
2006માં કાયમી ન્યાયાધીશ બન્યા
2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ઉન્નત થયા અને 2006માં કાયમી ન્યાયાધીશ બન્યા. આ પછી, તેઓ કોઈપણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા વિના જાન્યુઆરી 2019 માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા.
આ પણ વાંચો -Pune માં સોફા કમ બેડની અંદરથી મળી યુવતીની લાશ...!
ઘણા ઐતિહાસિક નિર્ણયોનો ભાગ બન્યા
સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ ખન્નાએ ઘણા ઐતિહાસિક નિર્ણયો આપ્યા છે. જેમાં ચૂંટણીમાં EVMની ઉપયોગિતા જાળવી રાખવા, ચૂંટણી બોન્ડ યોજનાને નકારી કાઢવા, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખવા અને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો -Delhi-NCRમાં કડકડતી ઠંડી! 6 રાજ્યમાં વરસાદની ચેતવણી, જાણો દેશનું હવામાન
પિતા પણ હાઈકોર્ટના જજ હતા
જસ્ટિસ ખન્ના દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ દેવ રાજ ખન્નાના પુત્ર છે. તેઓ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એચઆર ખન્નાના ભત્રીજા છે. હાઈકોર્ટમાં જજ બનતા પહેલા તેઓ તેમના પરિવારમાં ત્રીજી પેઢીના વકીલ હતા. 14 મે, 1960ના રોજ જન્મેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.