Mahesana: કડી અને નંદાસણ હાઈવે પર અકસ્માતમાં 4 ના મોત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
- મહેસાણામાં રીક્ષા અને આઈસર ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
- કડી-નંદાસણ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ
- અકસ્માતમાં 4 ના મોત, 2 લોકોને ગંભીર ઈજાઓ થવા પામી
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગત રોજ ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાંજના સુમારે મહેસાણા હાઈવે પર રીક્ષા અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
રીક્ષા અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત
મહેસાણાના કડી-નંદાસણ હાઈવે પર રીક્ષા અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં જઈ રહેલ 4 લોકોના મોત નિપજ્યા હતા. રીક્ષા અને આઈસર ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. અકસ્માત સર્જાયાની જાણ પોલીસ તેમજ ઈમરજન્સી 108 ને થતા ઈમરજન્સી 108 તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Jamnagar : હાઈ ટેન્શન વીજલાઈનમાં વીજ શોક લાગતા પરિવારના મોભીનું મોત
હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો
વાહનોની અવર જવરથી ધમધમતા એવા કડી-નંદાસણ હાઈવે પર રીક્ષા અને આઈસર ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 નિર્દોષ જીંદગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 2 વ્યક્તિઓને ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રીક્ષા અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી. પોલીસે તાત્કાલીક અકસ્માતની જગ્યાએ પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. તેમજ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Surt: ઓલપાડમાં ખેડૂતોને માવઠાના મારે રડવાનો વારો આવ્યો, વડોલી ગામમાં 500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર