કેનેડામાં Kapil Sharma ના કાફે ફરી એકવાર કરાઇ ફાયરિંગ,લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
- Kapil Sharma ના કાફે પર ફરી એકવાર ફાયરિંગ
- કેનેડાના કેપ્સ કાફે પર ફાયરિંગ કરવામાં આવી
- લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
કેનેડામાં ના કાફે પર ફરી એકવાર ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં સરે શહેરમાં આવેલા કપિલ શર્માના કેપ્સ કાફેમાં ફરી એકવાર ગોળીબાર ની ઘટના ઘટી છે. આ બીજી વખત છે જ્યારે તેમના કાફેને નિશાન બનાવવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો કારમાં બેસીને કાફે પર ફાયરિંગ કરા જોવા મળી રહ્યા છે.
Kapil Sharma ના કાફે પર ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી
નોંધનીય છે કે Kapil Sharma ના કાફે પર ફરીવાર ફાયરિંગ થઇ છે ગોલ્ડી ઢિલ્લોન નામના ગેંગસ્ટરે આ ફાયરિંગની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ અપલોડ કરી દાવો કર્યો છે કે આ હુમલો તેની ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, અત્યાર સુધી ગોળીબારમાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે કપિલ શર્મા તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.ગોલ્ડી ધિલ્લોન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાનો દાવો કરે છે. ગોલ્ડીએ એક ઓનલાઈન પોસ્ટમાં લખ્યું હતું કે 'બધા ભાઈઓને રામ રામ... ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ આજે સરેમાં કપિલ શર્માના કપ્સ કાફેમાં થયેલા ગોળીબારની જવાબદારી લે છે.'
Kapil Sharma ના કેપ્સ કાફે પર પહેલા પણ કરાઇ છે ફાયરિંગ
આ પહેલા, ગયા મહિને 10 જુલાઈના રોજ કપિલ શર્માના કપ્સ કાફેમાં ગોળીબાર થયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. હુમલાખોરે કારમાંથી પિસ્તોલ કાઢીને 10 થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ છેલ્લી ગોળીબારની જવાબદારી લીધી હતી. હરજીત સિંહ લડ્ડી NIAની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે અને BKI (બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ) સાથે સંકળાયેલો છે. લડ્ડીએ કહ્યું છે કે કપિલ શર્માના કોઈ જૂના નિવેદનને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Bollywood ના ભાઇજાનના બોડીગાર્ડ શેરાએ પિતા ગુમાવ્યા, મોઢા પર દુ:ખ છલકાયું