Karachi Terror Attack : પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતા કરાચીમાં ફરી એક વખત આત્મઘાતી હુમલો થયો છે. કરાંચીના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં સમાવેશ થતા ગુલિસ્તાન-એ-જોહરમાં આવેલા સિંધ હેડક્વાર્ટરને નિશાન બનાવીને આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. આ ભયાનક ઘટનામાં અત્યાર સુધીમાં 3 અર્ધલશ્કરી દળના જવાનો સહિત કુલ 8 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
Karachi Terror Attack : આત્મઘાતી હુમલામાં 8લોકોના મોત
ઉલ્લેખનીય છે કે આત્મઘાતી હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટસ અનુસાર આંતકવાદીઓ સૌથી પહેલા રેન્જર્સ ઓફિસના મુખ્ય પ્રવેશદ્વાર પર એક બ્લાસ્ટ કર્યો હતો. આ પ્રચંડ બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અંધાધૂન ગોળીબાર થયો હતો. જો કે વિસ્ફોટ એટલો મોટો હતો કે નજીકની શૈક્ષણિક સંસ્થાઓ અને પાકિસ્તાન હવામાન વિભાગની કચેરીઓ સુધી તેના ઝટકા અનુભવાયા હતા. સિંધના પોલીસ ચીફ જાવેદ આલમ ઓઢોએ જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઘટનાસ્થળે જ ઠાર કર્યા છે, જોકે આ અથડામણમાં સિંધ રેન્જર્સના 3 જવાનો પણ શહીદ થયા છે.
હાઈ-એલર્ટ વચ્ચે સર્ચ ઓપરેશન
મહત્વની ઘટનાની ગંભીરતાને જોતા પાકિસ્તાની સેના અને પોલીસ કમાન્ડોની સ્પેશિયલ સિક્યુરિટી યુનિટ તેમજ આતંકવાદ વિરોધી દળની ટુકડીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. રેસ્ક્યુ 1122 ની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે તૈનાત છે. બીજી તરફ, સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહ અને ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરે આ સુરક્ષા ચૂક અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ પાસેથી તાત્કાલિક વિગતવાર તપાસ અહેવાલ તલબ કર્યો છે.
આ પણ વાંચો : Karachi Blast News : બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું કરાચી! કાર બોમ્બ ધડાકા બાદ અંધાધૂંધ ગોળીબાર