એક એવું કપલ જે 90 વર્ષ અને 291 દિવસ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહ્યું..વાંચો રસપ્રદ કિસ્સો..!
આપણે જોઈએ છીએ કે વિશ્વની જુદી-જુદી અદાલતોમાં અગણિત ડિવોર્સના કેસ ચાલે છે. ટેલિફોન પર પણ તલાક આપી દેવામાં આવે છે. આપણે સાંભળીએ છીએ કે નાની અમથી વાતને લઈને લોકો છુટાછેડા લઈ લે છે. જોકે એક એવું પણ દંપતી છે જેમણે...
Advertisement
આપણે જોઈએ છીએ કે વિશ્વની જુદી-જુદી અદાલતોમાં અગણિત ડિવોર્સના કેસ ચાલે છે. ટેલિફોન પર પણ તલાક આપી દેવામાં આવે છે. આપણે સાંભળીએ છીએ કે નાની અમથી વાતને લઈને લોકો છુટાછેડા લઈ લે છે. જોકે એક એવું પણ દંપતી છે જેમણે 90 વર્ષ એકમેકને સાથ આપ્યો હતો.
107 વર્ષના કર્ણમ અને 100 વર્ષીય કરતારી
કર્ણમ અને કરતારીનો જન્મ પંજાબના એક જ જિલ્લામાં થયો હતો. બંનેનો જન્મ કૃષિ પરિવારમાં થયો હતો. તેમના લગ્ન શીખ વિધિ અનુસાર થયા હતા, ત્યારે દેશ બ્રિટિશ શાસન હેઠળ હતો. 40 વર્ષ પછી, દંપતી 1965માં બ્રેડફોર્ડ, ન્યૂ યોર્કશાયર રહેવા ગયા હતા. 107 વર્ષના કરમ અને 100 વર્ષીય કરતારી ચાંદને આઠ બાળકો અને 28 પૌત્રો છે.

કર્ણમ અને કરતારી 90 વર્ષ અને 291 દિવસ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહ્યા
કર્ણમ અને કરતારી 90 વર્ષ અને 291 દિવસ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહ્યા હતા. બંનેએ 11 ડિસેમ્બર 1925ના રોજ ભારતમાં લગ્ન કર્યા હતા. એવું માનવામાં આવે છે કે બંને બ્રિટનમાં રહેતા ભારતીય હતા. બંનેએ સુખી યુગલ તરીકે વિશ્વની સૌથી લાંબી ઇનિંગ્સ રમી હતી. બંને 100 વર્ષથી વધુ જીવ્યા હતા.કર્ણમના નિધન સાથે તેમના લગ્ન જીવનની એ મજબૂત ગાંઠ તૂટી ગઈ. કર્ણમનું 2016માં અને 2019માં કરતારીનું પણ અવસાન થયું હતું. જો આપણે પતિ અને પત્ની બંનેની ઉંમર ઉમેરીએ તો તેમની 90મી લગ્ન જયંતી પર તે 213 વર્ષ હતી. તે સમયે કર્ણમ ચંદની ઉંમર 110 વર્ષની હતી અને કરતારીની ઉંમર 103 વર્ષની હતી. તેઓએ ઓક્ટોબર 2016માં આ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તે સમયે વર્લ્ડના મોટા મોટા મિડીયા હાઉસે આ સમાચાર કવર કર્યા હતા.

ક્યા વર્ષે કઈ એનિવર્સરી ?
(1) વર્ષ - પેપર એનિવર્સરી
(2) વર્ષ - કોટર્ન એનિવર્સરી
(3) વર્ષ - લેધર એનિવર્સરી
(4) વર્ષ - ફ્લાવર એનિવર્સરી
(5) વર્ષ - વુડન એનિવર્સરી
(6) વર્ષ - સુગર એનિવર્સરી
(7 ) વર્ષ - કોપર એનિવર્સરી
(8) વર્ષ - બ્રોન્ઝ એનિવર્સરી
(9) વર્ષ - વિલો એનિવર્સરી
(10) વર્ષ - ટિન એનિવર્સરી
(11) વર્ષ - સ્ટીલ એનિવર્સરી
( 12) વર્ષ - સિલ્ક એનિવર્સરી
(13) વર્ષ - લેશ એનિવર્સરી
(14) વર્ષ - વૉરી એનિવર્સરી
(15) વર્ષ - ક્રિષ્ટલ એનિવર્સરી
(25) વર્ષ - સિલ્વર મેરેજ એનિવર્સરી
(30) વર્ષ - પર્લ મેરેજ એનિવર્સરી
(35) વર્ષ - કોરલ મેરેજ એનિવર્સરી
(40) વર્ષ - રૂબી મેરેજ એનિવર્સરી
(45) વર્ષ - સેફિયાર મેરેજ એનિવર્સરી
(50) વર્ષ - ગોલ્ડ મેરેજ એનિવર્સરી
(60) વર્ષ - ડાયમંડ મેરેજ એનિવર્સરી
(70) વર્ષ - પ્લેટિનમ મેરેજ એનિવર્સરી
(80) વર્ષ - ઓક મેરેજ એનિવર્સરી
(90) વર્ષ - ગ્રેનાઈટ મેરેજ એનિવર્સરી
ગ્રેનાઈટ વેડિંગ એનિવર્સરી અત્યાર સુધી માત્ર એક જ કપલના નામે
તમને જણાવીએ કે ગ્રેનાઈટ એક મજબૂત પથ્થર છે. તે ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે. ગ્રેનાઈટ સૌથી મજબૂત બાંધકામ સામગ્રીમાંથી એક માનવામાં આવે છે અને તે સુંદર પણ છે. ગ્રેનાઈટ સુંદરતા અને આયુષ્યની દ્રષ્ટિએ આરસ સમાન ગણાય છે. ગ્રેનાઈટ વેડિંગ એનિવર્સરી અત્યાર સુધી માત્ર એક જ કપલના નામે છે અને તે છે કર્ણમ અને કરતારી ચંદ..

કેરળનું દંપતી બીજા સ્થાને
ઉલ્લેખનિય છે કે કેરળના ફિલિપોસ થોમસ અને સોસામ્મા થોમસ 88 વર્ષ અને 02 દિવસના લાંબા લગ્ન સાથે બીજા સ્થાને છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની પ્રથમ આવૃત્તિ 1955માં પ્રકાશિત થઈ હતી. 1984 થી 1998 સુધીની આવૃત્તિઓમાં સૌથી લાંબા લગ્નનો રેકોર્ડ સર તૈમુલજી ભીખાજી નરીમાન અને લેડી નરીમન પાસે હતો, જેઓ 86 વર્ષ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહ્યા હતા. જોકે કર્ણમ અને કરતારીના 90 વર્ષનું સફળ લગ્ન જીવન છાસવારે આપી દેવામાં આવતા છુટાછેડા સામે સકારાત્મક ઉર્જા ભરનારું છે.


