ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'નમસ્તે સદા વત્સલે માતૃભૂમે', ડી.કે. શિવકુમારના મુખેથી RSS ની પ્રાર્થના સાંભળતા નેતાઓ સ્તબ્ધ

DK ShivKumar RSS Prayer : જો જરૂર પડે તો, અન્ય સ્થળોએ બનેલી ઘટનાઓની યાદી વાંચી સંભળાવીશ. મારે તમારા વિશે પણ ઘણું કહેવું છે.'
01:33 PM Aug 22, 2025 IST | PARTH PANDYA
DK ShivKumar RSS Prayer : જો જરૂર પડે તો, અન્ય સ્થળોએ બનેલી ઘટનાઓની યાદી વાંચી સંભળાવીશ. મારે તમારા વિશે પણ ઘણું કહેવું છે.'

DK ShivKumar RSS Prayer : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી (Karnataka Dy.CM) અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (State Congress President) ડીકે શિવકુમારે (DK ShivKumar) રાજ્ય વિધાનસભામાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે થયેલી ભાગદોડ પર ચર્ચા દરમિયાન ડીકે શિવકુમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પ્રાર્થનાની કેટલીક પંક્તિઓ (DK Shivkumar Sing RSS Prayers) ગાઈ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાના મોઢેથી આ પંક્તિઓ સાંભળીને વિધાનસભાની અંદરના બધા નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે.

ભાજપના ધારાસભ્યો આ આરોપો લગાવી રહ્યા હતા

આઈપીએલમાં આરસીબીની જીત બાદ આયોજિત કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત (Bengaluru Stadium Tragedy) થયા હતા. જેને લઇને ભાજપના ધારાસભ્યો તેમના પર 'ભાગદોડને ઉશ્કેરવાનો' આરોપ લગાવી રહ્યા હતા. દરમિયાન શિવકુમાર આરએસએસ શાખાઓમાં ગવાતી 'નમસ્તે સદા વાત્સલે માતૃભુમે' પ્રાર્થનાની પંક્તિઓ (DK Shivkumar Sing RSS Prayers) ગાતા જોવા મળ્યા હતા.

ડીકે શિવકુમાર આરસીબી ખેલાડીઓ સાથે જોવા મળ્યા

ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે, બેંગલુરુ એરપોર્ટ પર આરસીબી ટીમના આગમન પર શિવકુમાર ખેલાડીઓનું સ્વાગત કરવા ગયા હતા. એરપોર્ટથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધીની આખી સફર દરમિયાન તેઓ કન્નડ ધ્વજ લહેરાવતા રહ્યા હતા.

મેં મારું કામ કર્યું - ડીકે શિવકુમાર

આ આરોપોનો જવાબ આપતા શિવકુમારે કહ્યું, 'હું કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) નો સભ્ય છું. KSCA સેક્રેટરી સહિત સંગઠનના લોકો મારા મિત્રો છે. હું બેંગલુરુનો પ્રભારી મંત્રી છું. હું (4 જૂને) એરપોર્ટ અને સ્ટેડિયમ ગયો હતો. મેં કર્ણાટકનો ધ્વજ પણ પકડ્યો હતો, તેમને (RCB) શુભેચ્છા પાઠવી હતી અને કપને ચુંબન પણ કર્યું હતું. મેં મારું કામ કર્યું હતું.'

મારે ઘણું કહેવું છે - ડીકે શિવકુમાર

તેમણે વધુમાં કહ્યું કે, 'અકસ્માત થયો (Bengaluru Stadium Tragedy). આવી ઘટનાઓ અન્ય રાજ્યોમાં પણ બની છે. જો જરૂર પડે તો, હું અન્ય સ્થળોએ પણ બનેલી ઘટનાઓની યાદી વાંચી સંભળાવીશ. મારે તમારા વિશે પણ ઘણું કહેવું છે.'

વિપક્ષી નેતાઓએ ટેબલ થપથપાવ્યા

નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે એમ પણ કહ્યું કે, તેઓ ગૃહમંત્રી જી પરમેશ્વર સાથે મોટા થયા છે. આના પર, વિપક્ષી નેતા ભાજપના આર અશોકે શિવકુમારને યાદ અપાવ્યું કે, તેમણે એક વખત કહ્યું હતું કે, તેઓ 'RSS ની ચડ્ડી' પહેરે છે. આ દરમિયાન શિવકુમારે હસતાં હસતાં 'નમસ્તે સદા વાત્સલે માતૃભુમે' ગાવાનું શરૂ કર્યું (DK Shivkumar Sing RSS Prayers) હતું. આ વાત પર વિપક્ષે ટેબલો થપથપાવ્યા, પરંતુ કોંગ્રેસ છાવણીમાં શાંતિ છવાઈ ગઈ હતી.

પંક્તિઓ ગૃહના રેકોર્ડમાંથી દૂર કરવામાં આવશે નહીં

ભાજપના ધારાસભ્ય વી. સુનિલ કુમારે મજાક ઉડાવી અને કહ્યું કે, 'આશા છે કે આ પંક્તિઓ (ગૃહના રેકોર્ડમાંથી) દૂર કરવામાં આવશે નહીં.' શિવકુમારે (DK Shivkumar Sing RSS Prayers) કહ્યું, 'તમને ગર્વ હોવો જોઈએ કે આ સરકારે (ભાગદોડ પછી) તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસ અધિકારીઓ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે કાર્યવાહી શરૂ કરી.'

આ પણ વાંચો ---- સંસદ ભવનની Security માં એક મોટી ચૂક! પરિસરમાં ઘૂસ્યો અજાણ્યો વ્યક્તિ

Tags :
BJPCongressDKShivkumarDyCMGujaratFirstgujaratfirstnewsKarnatakaPoliticsRSSPrayerSingShockingEventVidhansabha
Next Article