KARNATAKA : કર્ણાટક સરકાર દ્વારા ફેક ન્યુઝ ડામવા મોટું પગલું ભરાયું
- આજના સમયમાં ફેક ન્યુઝ મોટી સમસ્યા છે
- કર્ણાટક સકરાર દ્વારા વિધાનસભાનામાં બિલ પ્રસ્તાવ રજુ કરાયો
- ફેક ન્યુઝ ફેલવનાર વિરૂદ્ધ લાંબી સજા અને આકરા દંડની જોગવાઇ
KARNATAKA : સોશિયલ મીડિયા મારફતે બોગસ અને બનાવટી સમાચાર (FAKE NEWS) ફેલાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વચ્ચે કર્ણાટક સરકાર (KARNATAK GOVERNMENT) આવા ખોટા સમાચારોને ડામવા માટે એક કાયદો લાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. આ અંગે કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ (PRIYANK KHARGE) કહ્યું કે, ખોટી માહિતી મામલે ભારત પ્રથમ ક્રમે છે. તેનો સામનો કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે. તાજેતરમાં કર્ણાટકની કોંગ્રેસ સરકારે એક બિલ રજૂ કર્યું છે. જેમાં ખોટા સમાચાર ફેલાવનાર વ્યક્તિને 7 વર્ષ સુધીની જેલ અને રૂ. 10 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
ખોટા સમાચાર ફેલાવવામાં ભારત પ્રથમ ક્રમાંકે
કર્ણાટક સરકાર દ્વારા ખોટી માહિતીને રોકવા માટે લાવવામાં આવેલા બિલ પર કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ વિગતવાર જણાવતા કહ્યું કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WORLD ECONOMIC FORUM) અનુસાર ખોટી માહિતીના સંદર્ભમાં ભારત પ્રથમ ક્રમે છે. આજે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાના મૂળ કારણો પૈકી એક આ પણ છે. તેમણે ઉમેર્યું કે, આર્મી ચીફે તાજેતરમાં કહ્યું હતું કે, સેનાનો 50% સમય ખોટી માહિતીનો સામનો કરવામાં ખર્ચાય છે.
3M લોકશાહી માટે ખતરો છે
પ્રિયાંક ખડગેએ વધુમાં કહ્યું કે, ચૂંટણી કમિશનરે પહેલાથી જ કહ્યું હતું કે 3M એટલે કે પૈસા (MONEY), બળ (MUSCLE) અને ખોટી માહિતી (MISINFORMATION) લોકશાહી માટે ખતરો છે. ખુદ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે, ખોટી માહિતી લોકશાહી માટે ખતરો છે અને હવે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશનું પણ કહેવું છે કે, નકલી સમાચારને કારણે ભારતની લોકશાહી જોખમમાં છે.
ખોટા સમાચાર ફેલાવવા પર રોક લગાવવામાં આવશે
સુત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક સરકાર દ્વારા પ્રસ્તાવિત કાયદામાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ ખોટા સમાચાર અથવા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા હેઠળ જો તમે કોઈના નિવેદનને ખોટી રીતે રજૂ કરી રહ્યા છો, અથવા ખોટી કે ખોટી રીતે રિપોર્ટ કરી રહ્યા છો, અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપાદિત ઑડિઓ અથવા વિડિઓ રજૂ કરી રહ્યા છો, તો તમારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ખોટા સમાચાર અને ખોટી માહિતી વચ્ચેનો તફાવત
પ્રાથમિક દ્રષ્ટિએ ખોટા સમાચારનો અર્થ એ છે કે જ્યારે તમે જાણી જોઈને કોઈ માહિતી ખોટી રીતે રજૂ કરો છો અને જેનાથી કોઈ વ્યક્તિની છબી ખરાબ થાય છે. બીજી બાજુ, ખોટી માહિતીનો અર્થ એ છે કે તમે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી રહ્યા નથી પરંતુ તમે જે માહિતી ફેલાવી રહ્યા છો તે વ્યક્તિની છબી બગાડી રહી છે. તેથી, નકલી સમાચાર અથવા ખોટી માહિતી, બંને વ્યક્તિની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે.
આ પણ વાંચો --- Operation Sindhu: ઈરાનથી સુરક્ષિત પરત ફરેલા નાગરિકોએ ભારત સરકારનો માન્યો 'આભાર'