Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કચ્છમાં Karni સેનાનો હુંકાર : "જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ નહિ થવા દઈએ"

કચ્છમાં કરણી સેનાએ (Karani Sena) યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાવવામાં આવેલા નવા કાયદા સામે ખુલ્લેઆમ વિરોધની તૈયારી શરૂ કરી દીધી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ (Mahipalsingh Makarani) આ કાયદાને "કાળો કાયદો" ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.
કચ્છમાં karni સેનાનો હુંકાર    જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ નહિ થવા દઈએ
Advertisement
  • કચ્છમાં Karni સેનાનો હુંકાર, મહિપાલસિંહ મકરાણા બોલ્યા : "UGCનો કાયદો પાછો ખેંચો, જનરલ કેટેગરીના બાળકોને દોષિત ન ઠેરવો"
  • "બાળકોને પહેલેથી જ દોષિત જાહેર કરી દેવાય છે" – કરણી સેના અધ્યક્ષનું UGC સામે મોટું નિવેદન
  • કરણી સેના લડવાના મૂડમાં : UGCના નવા કાયદા વિરુદ્ધ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આવાજ
  • "જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું ભવિષ્ય બચાવીશું" – મહિપાલસિંહ મકરાણાનું કચ્છમાંથી UGCને અલ્ટિમેટમ

કચ્છમાં કરણી સેનાએ (Karani Sena) યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાવવામાં આવેલા નવા કાયદા સામે ખુલ્લેઆમ વિરોધની તૈયારી શરૂ કરી દીધી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ (Mahipalsingh Makarani) આ કાયદાને "કાળો કાયદો" ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે ખાસ કરીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, "કોઈ પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ નહિ થવા દઈએ."

Karani સેના આરપાસની લડાઈ માટે તૈયાર

મહિપાલસિંહ મકરાણાએ કહ્યું કે UGCના આ નવા નિયમોમાં જનરલ કેટેગરીના બાળકોને પહેલેથી જ દોષિત જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "બાળકોને પહેલાથી જ દોષિત જાહેર કરી દેવામાં આવી રહ્યા છે અને પહેલાથી જ નક્કી કરી દેવાયું છે કે તમે શોષણ કરી રહ્યા છો." આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કરણી સેના આ મુદ્દે લડવા માટે પૂરેપૂરી તૈયાર છે અને જરૂર પડે તો મોટા આંદોલનની રણનીતિ અપનાવશે.

Advertisement

જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય

કરણી સેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે UGCના આ નવા નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ અને નોકરીની તકોમાં અન્યાય કરે છે. સંગઠનનું માનવું છે કે આ કાયદો લાગુ થવાથી જનરલ કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ જશે અને તેમને અન્યાયી રીતે દોષિત ઠેરવવામાં આવશે.

Advertisement

અમે લડી લેવાના મૂડમાં છીએ- Karani Sena

મહિપાલસિંહ મકરાણાએ કહ્યું કે, "જનરલ કેટેગરીના કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ન ખરાબ થવું જોઈએ. અમે આ માટે લડી લેવાના મૂડમાં છીએ." તેમણે UGCને સીધો સંદેશ આપ્યો કે જો આ કાયદો પાછો ન ખેંચવામાં આવ્યો તો સંગઠન વિવિધ સ્તરે આંદોલન કરશે અને દેશભરમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવશે.

આગામી દિવસોમાં પ્રદર્શનની શક્યતા

આ મુદ્દો હાલ ગુજરાત સહિત દેશભરમાં ચર્ચામાં છે. કરણી સેના જેવી સંગઠનો અગાઉ પણ રિઝર્વેશન અને શિક્ષણ નીતિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર આક્રમક રહી છે. આ વખતે પણ તેમનું ધ્યાન જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના અધિકારો અને ભવિષ્યને સુરક્ષિત રાખવા પર કેન્દ્રિત છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા આ નિવેદનથી આશ્વાસન અનુભવી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાઈ શકે છે અને કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કે મોટી રેલીની પણ શક્યતા છે.

આ પણ વાંચો- Bardoli ભયાનક ઘટના : પ્રેમી જોડી ભાગી જતાં યુવકના માતા-ભાઈ-બહેનને ઝાડે બાંધીને માર્યો માર

Tags :
Advertisement

.

×