ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kasaragod Lok Sabha Election: આ બેઠકના ઉમેદવારોએ મત માટે શીખવી પડે છે 5 ભાષાઓ, જાણો શું છે હકીકત?

Kasaragod Lok Sabha Election: તમે કોઈ ભરતી માટે પરીક્ષા આપવી પડે તેવું તો સાંભળ્યું હશે. પરંતુ શું એવું ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ નેતાનો વોટ મેળવવા માટે પરીક્ષા આપવી પડે. નોંધનીય છે કે, સામાન્ય નોકરી માટે પણ ઉમેદવારે અનેક પ્રકારની...
06:04 PM Apr 07, 2024 IST | VIMAL PRAJAPATI
Kasaragod Lok Sabha Election: તમે કોઈ ભરતી માટે પરીક્ષા આપવી પડે તેવું તો સાંભળ્યું હશે. પરંતુ શું એવું ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ નેતાનો વોટ મેળવવા માટે પરીક્ષા આપવી પડે. નોંધનીય છે કે, સામાન્ય નોકરી માટે પણ ઉમેદવારે અનેક પ્રકારની...
Kasaragod Lok Sabha Election

Kasaragod Lok Sabha Election: તમે કોઈ ભરતી માટે પરીક્ષા આપવી પડે તેવું તો સાંભળ્યું હશે. પરંતુ શું એવું ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ નેતાનો વોટ મેળવવા માટે પરીક્ષા આપવી પડે. નોંધનીય છે કે, સામાન્ય નોકરી માટે પણ ઉમેદવારે અનેક પ્રકારની પરીક્ષાઓ આપવી પડતી હોય છે. ત્યારે તેને તે પોસ્ટ મળતી હોય છે. એ પણ ત્યારે જ્યારે તે તમામ પરીક્ષાઓમાં પાસ થઈ જતો હોય છે. જ્યાં ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં લગભગ દરેક જગ્યાએ આ નિયમ હોવાનું જણાય છે. પરંતુ કેરળમાં એક એવી લોકસભા બેઠક છે જ્યાં ઉમેદવારોને ભાષાના પડકારનો પણ સામનો કરવો પડે છે.

આ પ્રદેશ ભાષાના આધારે ખૂબ જ વૈવિધ્યસભર છે

તમને જણાવી દઈએ કે, કેરળના ઉત્તરી લોકસભા વિસ્તાર કાસરગોડ (Kasaragod)માં આવું જ થઈ રહ્યું છે. અહીંના ઉમેદવારો ક્યારેક હિન્દીમાં વોટ માટે અપીલ કરતા અને થોડી વાર પછી મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓમાં વાત કરતા જોવા મળે છે. વાસ્તવમાં આ પ્રદેશ ભાષાના આધારે ખૂબ જ વૈવિધ્યસભર છે. અહીં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ મલયાલમ કે કન્નડ નથી જાણતા. તેથી, ઉમેદવારોને મતદારો સાથે વાતચીત કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના માટે તેઓએ ઘણી તૈયારી કરવી પડે છે.

અહીં હજારો મરાઠી પરિવારો વસે છે

ઉલ્લેખનીય છે કે, ત્રિક્કરીપુર, કન્હનગઢ અને હોસદુર્ગની માતૃભાષા મલયાલમ છે. કાસરગોડ, કુંબલે, માજેશ્વર અને ઉપ્પાલા વિસ્તારોમાં કન્નડ પ્રચલિત છે. અહીં હજારો મરાઠી પરિવારો વસે છે. મુસ્લિમો ઉર્દૂ બોલે અને સમજે છે અને દરિયાકાંઠાના કર્ણાટક અને ગોવાના લોકો કોંકરી અને તુલુ ભાષાઓમાં વાતચીત કરે છે. અહીં ચૂંટણી જીતવા માટે ઉમેદવાર મતદારો સાથે સારી રીતે વાતચીત કરી શકે તે ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે ઉમેદવારોએ ઘણી ભાષાઓ શીખવી પડશે.

વર્તમાન સાંસદ કોંગ્રેસના રાજ મોહન ઉન્નીથન

કાસરગોડ (Kasaragod)માં ભાજપમા એમએળ અશ્વિનીને ટિકિટ આપી છે. અહીંના વર્તમાન સાંસદ કોંગ્રેસના રાજ મોહન ઉન્નીથન છે. ઉન્નિતન પહેલેથી જ મલયાલમ, હિન્દી અને અંગ્રેજી જાણતા હતા. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેમણે કન્નડ, કોંકણી, મરાઠી, ઉર્દૂ અને તુલુ ભાષાઓ પણ શીખી લીધી. બીજેપી ઉમેદવાર અશ્વિનીએ પણ તે મુજબ તૈયારી કરી લીધી છે અને મતદારો સાથે અનેક ભાષાઓમાં વાત કરી અને વોટ કરવાની અપીલ કરતા જોઈ શકાય છે. આવી સ્થિતિમાં આ બેઠક માટે ઉમેદવારોએ વધુ મહેનત કરવી પડશે.

આ પણ વાંચો: Election 2024: મતદાન માટે દાયકાઓ સુધી રાહ જોઈ! હવે પહેલીવાર બૂથ પર જઈ મત આપશે

આ પણ વાંચો: BJP Press : ‘કોંગ્રેસને ખબર નથી કે જમ્મુ કાશ્મીરમાં કઈ કલમ નાબુદ કરાઈ, મુસ્લિમ લીગ કેરળમાં કોંગ્રેસની મુખ્ય સાથી…

આ પણ વાંચો: Dry Day : આ મહિને દિલ્હી-NCR માં 6 દિવસ માટે દારૂની દુકાનો બંધ, આ તારીખ નોંધી લો…

Tags :
2024 Lok Sabha Election2024 Lok Sabha ElectionsElection 2024Kasaragod Lok Sabha ElectionKeralaKerala Lok sabhaKerala NewsLok Sabha Election Newsnational newspolitical news
Next Article