ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kerala : પ્રિયંકા ગાંધીના રોડ શોમાં કોંગ્રેસી નેતા અને CRPF જવાનો વચ્ચે મારામારી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો તમે ગત્ત 10 વર્ષની રાજનીતિ જુઓ તો જાણશો કે ભાજપના નેતા લોકોથી દૂર છે. તમે મારા દાદી ઇંદિરા ગાંધી યાદ હશે.
11:59 PM Nov 10, 2024 IST | KRUTARTH JOSHI
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો તમે ગત્ત 10 વર્ષની રાજનીતિ જુઓ તો જાણશો કે ભાજપના નેતા લોકોથી દૂર છે. તમે મારા દાદી ઇંદિરા ગાંધી યાદ હશે.
Priyanka Gandhi

વાયનાડ :  પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો તમે ગત્ત 10 વર્ષની રાજનીતિ જુઓ તો જાણશો કે ભાજપના નેતા લોકોથી દૂર છે. તમે મારા દાદી ઇંદિરા ગાંધી યાદ હશે. તેમને ભારતના આદિવાસીઓ પ્રત્યે ઉંડુ સન્માન હતું. ઇંદિરા ગાંધી આદિવાસીઓના અધિકારો માટે ખુબ કામ કર્યું. જો કે ભાજપ દલિતો-આદિવાસીઓના અધિકારોનું હનન કરી રહી છે.

પ્રિયંકા ગાંધીનો યુદ્ધના ધોરણે પ્રચાર

કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટા ચૂંટણી આયોજીત થવાની છે. જેથી કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધી એક પછી એક રેલીઓ કરી રહ્યા છે. આ ક્રમમાં રવિવારે પ્રિયંકા ગાંધીનું વડુવંચલ, મુપ્પૈનાડ કલપેટ્ટામાં રોડ શો કર્યો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા અને CRPF ના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ઇંદિરા ગાંધીઓને આદિવાસીઓ પ્રત્યે અનન્ય લગાવ હતો

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો તમે ગત્ત 10 વર્ષની રાજનીતિ જોશો તો જાણશો કે ભાજપના નેતા ચૂંટણી બાદ ક્યારે દેખાતા નથી. મારા દાદી ઇંદિરા ગાંધીઆદિવાસીઓ પ્રત્યે ખુબ જ સન્માન ધરાવતા હતા. તેઓ આદિવાસીઓ દલિતો, વંચિતો, પીડિતો અને શોષીતો પ્રત્યે અનન્ય ભાવ ધરાવતા હતા. આજે આદિવાસીઓની દશા ખરાબ છે. ભાજપ દ્વારા તેમના અધિકારો પર સતત હુમલા થઇ રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ પિનરાઇ વિજયન પર પણ સાધ્યું નિશાન

અગાઉ પ્રિયંકા ગાંધીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા જમાત એ ઇસ્લામીના સમર્થનમાંવાયનાડ લોકસભા પેટા ચૂંટણી લડી રહ્યા છે. જે અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાજનીતિક નેતાઓને વિકાસ જેવા વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરવી જોઇએ. તેમણે વાયનાડ માટે શું કર્યું? ચૂંટણી એવા મુદ્દે લડાવી જોઇએ જેની અસર લોકો પર પડતી હોય. મોંઘવારી, બેરોજગારી વગેરે મુદ્દાઓને ભુલીને ભાજપ ખોટા મામલે જ રાજનીત કરી રહી છે.

Next Article