ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

F-35 ફાઇટર જેટને રીપેર કરવા યુકેથી એન્જિનિયરોની ટીમ કેરળ પહોંચી

F 35 : બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય અધિકારીઓ અને એરપોર્ટ ટીમોના સતત મદદ અને સહકાર માટે યુકે ખૂબ આભારી છે
03:09 PM Jul 06, 2025 IST | PARTH PANDYA
F 35 : બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય અધિકારીઓ અને એરપોર્ટ ટીમોના સતત મદદ અને સહકાર માટે યુકે ખૂબ આભારી છે

F 35 : કેરળ (KERALA) ના તિરુવનંતપુરમ એરપોર્ટ (THIRUVANANTHAPURAM AIRPORT) પર પાર્ક કરેલા ફાઇટર જેટ (F-35 FIGHTER JET) ને રિકવર માટે બ્રિટને એક એન્જિનિયરિંગ ટીમ મોકલી છે. આ ટીમના ઇજનેરો, ભારતીય ઇજનેરો અને અન્ય નિષ્ણાતો સાથે મળીને વિમાનને રિકવર કરવાનો પ્રયાસ કરશે. આ તકે બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું કે, યુકેએ તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક એન્જિનિયરિંગ ટીમ તૈનાત કરી છે. જે યુકે F-35B વિમાનની સમિક્ષા અને સમારકામ કરશે.

સમારકામ પ્રક્રિયા માટે જરૂરી નિષ્ણાત સાધનો લઈને આવશે

બ્રિટિશ હાઈ કમિશને તેમ પણ જણાવ્યું કે, " યુકેએ મેન્ટેનન્સ રિપેર અને ઓવરહોલ (MRO) સુવિધામાં જગ્યાની ઓફર સ્વીકારી લીધી છે, અને વ્યવસ્થાને અંતિમ તબક્કામાં લઇ જવા માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. પ્રક્રિયા અનુસાર યુકેના એન્જિનિયરોના આગમન પછી વિમાનને ખસેડવામાં આવશે, સમારકામ પ્રક્રિયા માટે જરૂરી નિષ્ણાત સાધનો લઈને આવશે. "

ભારતનો આભાર માન્યો

મદદ બદલ ભારતનો આભાર માનતા બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે, " ભારતીય અધિકારીઓ અને એરપોર્ટ ટીમોના સતત મદદ અને સહકાર માટે યુકે ખૂબ આભારી છે." અગાઉ, બ્રિટને પણ વિમાનના ઇમરજન્સી લેન્ડિંગમાં સહયોગ બદલ આભાર માન્યો હતો.

ખરાબ હવામાનથી મુશ્કેલી વધી

બ્રિટિશ નૌકાદળનું જહાજ તિરુવનંતપુરમથી 100 નોટિકલ માઇલના અંતરે હાજર છે. શનિવારે F35 ફાઇટર જેટે તાલીમ ઉડાન ભરી, પરંતુ ખરાબ હવામાનને કારણે જહાજ પર ઉતરાણ સફળ રહ્યું ન્હતું. ઘણા પ્રયાસો પછી બળતણ ખતમ થઈ ગયું હતું. આ પછી અધિકારીઓની પરવાનગીથી શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ફાઇટર ફ્લાઇટને ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 9 અને 10 જૂનના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં બ્રિટિશ અને ભારતીય નૌકાદળો વચ્ચે સંયુક્ત કવાયત યોજાઈ હતી. આ કવાયતમાં યુકે નૌકાદળના F35 ફાઇટર જેટ્સે પણ ભાગ લીધો હતો.

વિમાન ઇંધણ ભરાવીને રવાના થવાનું હતું

આ વિમાન ઇંધણ ભર્યા પછી રવાના થવાનું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ કાનૂની તપાસ પછી ફાઇટર પ્લેનને ઇંધણ ભરવાની પરવાનગી આપવામાં આવનાર હતી. શરૂઆતમાં ફાઇટર જેટને ડોમેસ્ટિક એરપોર્ટના ફ્લાઇટ હેંગરમાં રાખવામાં આવ્યું હતું. જોકે, આ પછી પાયલોટ વિમાનને રિકવર કરી શક્યો ન્હતો.

આ પણ વાંચો ---- VADODARA : PM કિસાન યોજાનામાં નોંધણી માટે એપનો ઉપયોગ કરવો પડશે

Tags :
airportarrivedengineerf35FighterGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsJetKeralarepairingteamThiruvananthapuramuk
Next Article