Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khambhalia : વિદેશી નાગરિક ઝડપાયો : વિઝા પૂરો થયા પછી પણ ગેરકાયદે રહેતો સીરિયન યુવક

Khambhalia : દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાંથી પોલીસે એક વિદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ અલી કામેલ મહેબોબ (ઉં.વ. આશરે 30) છે અને તે સીરિયાનો રહીશ હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, અલી કામેલ સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો, પરંતુ તેનો વિઝા બે વર્ષ પહેલાં જ પૂરો થઈ ગયો હતો. તેમ છતાં તે ગેરકાયદે રીતે ભારતમાં રહેતો હતો અને ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં છુપાઈને વસવાટ કરતો હતો.
khambhalia   વિદેશી નાગરિક ઝડપાયો   વિઝા પૂરો થયા પછી પણ ગેરકાયદે રહેતો સીરિયન યુવક
Advertisement
  • Khambhalia : ટિન્ડર પર મળ્યો, ઘરે રાખ્યો : ખંભાળિયામાં 2 વર્ષથી ગેરકાયદે રહેતો સીરિયન યુવક ઝડપાયો
  • વિઝા પૂરો થયા પછી પણ ભારતમાં છુપાયો હતો સીરિયન નાગરિક, સ્કૂલ સંચાલિકા પણ ઝડપાઈ
  • ખંભાળિયામાં મોટો ખુલાસો: ટિન્ડરથી શરૂ થયેલી ઓળખાણ, ગેરકાયદે વિદેશીને આશરો આપનાર સ્ત્રી પકડાઈ
  • ધરમપુરમાંથી સીરિયન યુવક ઝડપાયો : સ્થાનિક મહિલા સાથે ટિન્ડર લવ, પોલીસે બંનેને પકડ્યા
  • દ્વારકા જિલ્લામાં ગેરકાયદે રહેતા વિદેશીની ધરપકડ : ટિન્ડરના માધ્યમથી મળેલી સ્કૂલ સંચાલિકા પણ જેલે!

Khambhalia : દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાંથી પોલીસે એક વિદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ અલી કામેલ મહેબોબ (ઉં.વ. આશરે 30) છે અને તે સીરિયાનો રહીશ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, અલી કામેલ સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો, પરંતુ તેનો વિઝા બે વર્ષ પહેલાં જ પૂરો થઈ ગયો હતો. તેમ છતાં તે ગેરકાયદે રીતે ભારતમાં રહેતો હતો અને ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં છુપાઈને વસવાટ કરતો હતો.

Advertisement

આ પણ વાંચો- National Water Award : બનાસકાંઠાના ખેડૂતોનું ગૌરવ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બનાસ ડેરીને એનાયત કર્યો એવોર્ડ, શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો

Advertisement

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અલી કામેલને સ્થાનિક એક સ્કૂલ સંચાલિકા માહી કણઝારીયાએ આશરો આપ્યો હતો. બંને વચ્ચે ડેટિંગ એપ ટિન્ડર (Tinder) મારફતે ઓળખાણ થઈ હતી. માહીએ તેને પોતાના ઘરે રાખ્યો હતો અને ગેરકાયદે રહેવામાં મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બાતમીના આધારે ખંભાળિયા પોલીસે ઝડપી ઓપરેશન હાથ ધરીને બંનેને ઝડપી લીધા છે. અલી કામેલ મહેબોબ અને માહી કણઝારીયા વિરુદ્ધ ફોરેનર્સ એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે વિદેશી નાગરિકોની હિલચાલ અને સ્થાનિક લોકોની મદદ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો- Bhavnagar । “મારા ઘરનો માળો પીંખી નાખનારને કડક સજા થવી જોઈએ”

Tags :
Advertisement

.

×