ભારતમાલા હાઈવે બન્યો રક્તરંજીત, Khambhat ના એક જ પરિવારના 4 સભ્યોના મોત
- Khambhat ના એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
- ભારતમાલા હાઈવે પર કાળમુખો અકસ્માત
- પલસાણાના દસ્તાન ગામ પાસે મોડી રાતે બની ઘટના
- ટાયર ફાટવાને કારણે ઉભેલા ટેમ્પો પાછળ ઈકો કાર અથડાઈ
- દાઉદી વ્હોરા સમાજના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
- મુંબઈથી સારવાર કરાવી પરત ફરતા નળ્યો અકસ્માત
Khambhat Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે સુરતના પલસાણા (Palsana) નજીક આવેલા ભારતમાલા હાઈવે પર એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખંભાત (Khambhat) ના વતની અને દાઉદી વ્હોરા સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટના પલસાણાના દસ્તાન ગામની સીમમાં મોડી રાત્રે ઘટી હતી.
ભારતમાલા હાઈવે પર કાળમુખો અકસ્માત
ખંભાતના એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
પલસાણાના દસ્તાન ગામ પાસે મોડી રાતે બની ઘટના
ટાયર ફાટવાને કારણે ઉભેલા ટેમ્પો પાછળ ઈકો કાર અથડાઈ
દાઉદી વ્હોરા સમાજના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
મુંબઈથી સારવાર કરાવી પરત ફરતા નળ્યો અકસ્માત
પોલીસે મૃતદેહને… pic.twitter.com/vHtul6pLFo— Gujarat First (@GujaratFirst) April 8, 2026
પરિવાર મુંબઈથી પરત Khambhat ફરી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, ખંભાતનો આ પરિવાર મુંબઈ (Mumbai) ખાતે બીમારીની સારવાર કરાવીને પોતાની ઈકો કાર (Eeco Car) માં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભારતમાલા હાઈવે પર દસ્તાન ગામ પાસે રોડ પર એક ટેમ્પો ઊભો હતો. અચાનક ઈકો કારનું ટાયર ફાટતા (Tyre Burst) ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરપાટ ઝડપે ઊભેલા ટેમ્પોના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કારમાં સવાર ચાર લોકોના મોત
આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પલસાણા પોલીસ (Palsana Police) કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પરિવારમાં માતમ છવાયો
મુંબઈથી સારવાર કરાવી ઘરે પરત ફરતા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં ખંભાતના વ્હોરા સમાજમાં શોકની કાળી મિબાની છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
આ પણ વાંચો :Morbi: મનપાનું રૌદ્ર સ્વરૂપ, Umiya Circle થી દલવાડી સર્કલ સુધી બુલડોઝર ફરી વળ્યા


