Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકે મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકએ મંદિરના મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ ગુજરાતના મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા તેમજ જિલ્લા કલેક્ટર, ખેડા સહિત અનેક જગ્યાએ ફરીયાદ અરજી કરી છે.
kheda  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકે મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા
Advertisement
  • મંદિરના મેનેજર વિરુદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડમાં રજુઆત
  • ડીજીપી, ખેડા અને કલેક્ટર સહિત અનેક જગ્યાએ અરજી
  • ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકએ મંદિરના મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મંદિરના સેવકે મંદિરના મેનેજર વિરુદ્ધ ગુજરાતના મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી, ખેડા તેમજ જિલ્લા કલેક્ટર, ખેડા સહિત અનેક જગ્યાએ ફરીયાદ અરજી કરી છે.

Advertisement

મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ટેમ્પલ કમિટીના મેનેજર નિવૃત્ત મામલતદાર છે. હાલ તેઓ મંદિરના મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. મેનેજર જે પી દવેને તેમના પદેથી દૂર કરવા માટે મંદિરના સેવક વિનોદભાઈએ અનેક જગ્યાએ ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, જો દવેને મેનેજર પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો આમરણાંત ઉપવાસ કરશે.

Advertisement

મેનેજર જે પી દવે સામે ગંભીર આક્ષેપ લગાવ્યા

મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જે પી દવે સામે ગંભીર આક્ષેપો લગાવતા લખ્યું છે કે, મેનેજરએ નાયબ મામલતદારના કાર્યકાળ દરમિયાન અનેક ભ્રષ્ટાચાર કર્યા છે. તેમજ તેઓએ મકરસંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન કર્યું નથી. વર્ષોથી મકરસંક્રાંતિના દિવસે વાછરડા સાથે પાંચ ગાયો બ્રાહ્મણને દાનમાં આપવામાં અપાતી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વાછરડા સાથે ગાયો મંદિર તરફથી ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવતી હતી. તેમજ બીજી તરફ મકરસંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગૌશાળામાં રહેલી તમામ ગાયોને કંસાર ખવડાવવામાં આવતો હતો. ગાયોને કંસાર નહીં ખવડાવી તેમજ ગરીબ બ્રાહ્મણોને ગાય અને વાછરડાનું દાન નહીં કરીને વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડી છે.

Advertisement

મંદિરના સેવક વિનોદભાઈ આમરણાંત ઉપવાસ પર ઉતરશે

તેમજ મંદિરના સેવકએ અરજીમાં લખ્યું છે કે, ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજર દવેને છાવરી રહ્યા છે. આવનારી 27 જાન્યુઆરી સુધી જો મેનેજર પદ પરથી જેપી દવેને ફરજમુક્ત કરવામાં નહીં આવે તો મંદિરના દરવાજા બહાર જ વિનોદભાઈ સેવક આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે તેવી ચીમકી આપી છે.

આ પણ વાંચો: Gujarat Weather News: ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી

Tags :
Advertisement

.

×