Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Dakor: પદયાત્રી માર્ગ પર ઠેર-ઠેર ગંદકી, સ્વચ્છતાના નામે લાખોનું આંધણ!

ડાકોર (Dakor) ફાગણી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે રૂ. 50 લાખનું ટેન્ડર (Tender) આપવા છતાં મહેમદાવાદ, મહુધા અને ઠાસરાના પદયાત્રી માર્ગો પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એજન્સીની નબળી કામગીરીને કારણે ભક્તો ગંદકી વચ્ચે ચાલવા મજબૂર છે. તંત્ર દ્વારા લાખોનો ખર્ચ કરાયો હોવા છતાં સ્વચ્છતાના અભાવે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે.
dakor  પદયાત્રી માર્ગ પર ઠેર ઠેર ગંદકી  સ્વચ્છતાના નામે લાખોનું આંધણ
Advertisement
  • Dakor Fagun Purnima 2026: ડાકોર પદયાત્રી માર્ગ પર ગંદકીના ગંજ ખડકાયા
  • સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનું આંધણ થયું
  • વહીવટી તંત્ર દ્વારા લાખોના ટેન્ડર અપાયા
  • એજન્સી દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કામગીરી

Dakor Fagun Purnima 2026: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે ફાગણી પૂનમ (Fagun Purnima) ના મેળાની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ (Pedestrians) રણછોડરાયના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે વહીવટીતંત્રની પોલ ખુલ્લી પડી છે. ડાકોર તરફ જતા મુખ્ય માર્ગો પર સ્વચ્છતાના નામે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનું આંધણ

મળતી જાણકારી અનુસાર રાજ્ય સરકાર (State Government) દ્વારા યાત્રિકોની સુવિધા અને સ્વચ્છતા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સ્વચ્છતા જાળવવા માટે અંદાજે રૂ. 50 લાખ (50 Lakhs) થી વધુનું ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયત (Gram Panchayat) દીઠ રૂ. 1 લાખ અને નગરપાલિકા (Municipality) દીઠ રૂ. 5 લાખની ફાળવણી કરવામાં આવી છે. ડાકોર નગરપાલિકાને તો સૌથી વધુ લાખોની સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવી છે, છતાં જમીની હકીકત કંઈક અલગ જ છે.

Advertisement

dakor fagun punam 2026_gujaratfirst 2

Advertisement

એજન્સીની મનમાની અને દેખાવ પૂરતી કામગીરી

વહીવટીતંત્ર દ્વારા જે એજન્સી (Agency) ને સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું છે, તેના દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવી રહી છે. મહેમદાવાદ (Mahemdavad), મહુધા (Mahudha) અને ઠાસરા (Thasra) તાલુકાના માર્ગો પર ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ રૂટમાં મહેમદાવાદના 11, મહુધાના 8 અને ઠાસરાના 3 થી વધુ ગામોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં કચરો ઉપાડવાને બદલે રસ્તાની સાઈડમાં જ ગંદકીના ગંજ ખડકાયેલા છે.

'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' સૂત્ર માત્ર કાગળ પર

સરકાર દ્વારા 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' ના સૂત્રો પોકારવામાં આવે છે, પરંતુ ડાકોરના પદયાત્રી માર્ગો પર આ સૂત્ર માત્ર કાગળ પર જ સીમિત રહ્યું હોય તેમ લાગે છે. દૂર-દૂરથી આવતા પદયાત્રીઓ આ કચરા અને ગંદકી ઉપરથી જ પસાર થવા મજબૂર બન્યા છે. શ્રદ્ધાળુઓમાં તંત્રની આ નિષ્ફળતાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કડક પગલાંની માંગ

સ્થાનિકો અને યાત્રિકોની માંગ છે કે વહીવટીતંત્ર (Administration) તાત્કાલિક જાગે અને બેદરકાર એજન્સી સામે કડક પગલાં ભરે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા લાખો રૂપિયાનો સદુપયોગ થાય અને મેળા દરમિયાન ભક્તોને ગંદકીનો સામનો ન કરવો પડે તે માટે યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન (Cleaning Drive) હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચોઃ Dakor: રંગબેરંગી લાઈટોથી સજાવાયું રણછોડરાયનું મંદિર, શણગારથી દીપી ઉઠ્યું યાત્રાધામ

આ પણ વાંચોઃ Dakor: યાત્રાધામ ડાકોર ભક્તિના રંગે રંગાયું, માર્ગો 'જય રણછોડ'ના નાદથી ગુંજ્યા

Tags :
Advertisement

.

×