Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Dakor: યાત્રાધામ ડાકોર ભક્તિના રંગે રંગાયું, માર્ગો 'જય રણછોડ'ના નાદથી ગુંજ્યા

યાત્રાધામ ડાકોરમાં (Dakor) ફાગણી પૂનમના મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. અમદાવાદ (Ahmedabad), સુરત અને વડોદરાથી લાખો ભક્તો પગપાળા અને વાહનો દ્વારા દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ગ્રહણને કારણે મંદિર બપોરે 3 વાગ્યે બંધ થશે, જ્યારે ભીડને પહોંચી વળવા દર્શનના સમયમાં વધારો કરાયો છે. સમગ્ર માર્ગ 'જય રણછોડ'ના નાદ અને 52 ગજની ધજાઓથી ભક્તિમય બન્યો છે.
dakor  યાત્રાધામ ડાકોર ભક્તિના રંગે રંગાયું  માર્ગો  જય રણછોડ ના નાદથી ગુંજ્યા
Advertisement
  • Dakor Fagun Purnima Fair 2026: ડાકોર તરફ ભક્તોનુ ઘોડાપુર
  • મેળામાં લાખો પદયાત્રીઓ પગપાળા જઈ કરશે દિવ્ય દર્શન
  • ''જય રણછોડ ,માખણ ચોર''ના નાદ સાથે ડાકોર ગૂંજી ઉઠ્યું
  • હાથમાં ધજાઓ લઈને ભક્તો ફાગોત્સવમાં જોડાશે

Dakor Fagun Purnima Fair 2026: યાત્રાધામ ડાકોર અત્યારે ભક્તિના રંગે રંગાયું છે. જગતપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં ફાગણી પૂનમના (Fagun Poonam) મેળા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. મેળાના બીજા દિવસે સુરત (Surat), વડોદરા (Vadodara), અને અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયના દર્શન માટે ઉમટી પડ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે એક લાખથી વધુ ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હોવાના અહેવાલ છે. ભીડને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

kheda_dakaor_holi_purnima_2026

Advertisement

Dakor Fagun Purnima Fair 2026:  દર્શનના સમયમાં ફેરફાર

ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર ટ્રસ્ટ (Dakor Temple Trust) દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. વહેલી સવારે શ્રૃંગાર આરતી બાદ સતત સાડા બાર વાગ્યા સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. જોકે, આ વર્ષે પૂર્ણિમાના દિવસે ગ્રહણ (Eclipse) હોવાથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિર બપોરે 3:00 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા ભાવિક ભક્તોને શાંતિ જાળવવા અને દર્શનના સમય અંગેની જાણકારી મેળવીને જ આવવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

kheda_dakaor_holi_purnima_2026 43

Dakor Faguni Purnima Fair 2026: 52 ગજની ધજા સાથે પદયાત્રા

ડાકોર તરફ જતા તમામ માર્ગો અત્યારે પદયાત્રીઓથી (Pedestrians) ઉભરાઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદથી (Ahmedabad) ડાકોર તરફ જતા માર્ગો પર ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના માધુપુરા (Madhupura) વિસ્તારના સ્થાનિક ભક્તો વિશાળ 52 ગજની ધજા સાથે પદયાત્રાએ નીકળ્યા છે. 'જય રણછોડ, માખણ ચોર' (Jai Ranchhod, Makhan Chor) ના ગુંજારવ અને હાથમાં ધર્મધજાઓ સાથે યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ ફાગોત્સવમાં (Phagotsav) જોડાવા આગળ વધી રહ્યા છે.

kheda_dakaor_holi_purnima_2026

સેવા કેમ્પોથી માર્ગો ભક્તિમય બન્યા

રાસ્કા ચેકપોસ્ટ (Raska Checkpost) થી લઈને ડાકોર સુધીના સમગ્ર માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર સેવા કેમ્પો (Service Camps) શરૂ કરી દેવામાં આવ્યા છે. મહેમદાવાદ (Mahemdavad) થી ડાકોર સુધીનો રસ્તો ભક્તોની અવરજવરથી જીવંત બન્યો છે. આ કેમ્પોમાં ભક્તો માટે ફરાળ, ચા-નાસ્તો, આરામ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાખો પદયાત્રીઓ કઠિન પદયાત્રા કરીને પૂનમના દિવસે રાજા રણછોડના શરણે શીશ ઝુકાવશે.

kheda_dakaor_holi_purnima_2026 2

ડાકોર જતાં ભક્તો માટે મેક્સિકન ફૂડની મજા

ડાકોર પ્રયાણ કરતા લાખો ભક્તોને મહેમદાવાદના સિહુંજ નજીક એક સેવા કેમ્પમાં પરંપરાગત ભોજન સાથે પકોડી પાવભાજી સાથે મેક્સિકન ફૂડ પણ પીરસવામાં આવી રહ્યું છે. મહેમદાવાદથી ડાકોર તરફ જતા સિહુંજ નજીક ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. લગભગ 200 મીટરનો આ કેમ્પમાં આ વર્ષે મેક્સિકન ફૂડ પીરસવામાં આવી રહ્યું છે. જેમાં મેક્સિકન રાઈસ મેક્સિકન કઢી અને પાસ્તા આપવામાં આવશે સાથે પકોડી પાવભાજી, તરબૂચ દ્રાક્ષ પપૈયા સહિતના ફ્રૂટ આપવામાં આવી રહ્યા છે ઇન્દોરી કચોરી પુરી વિવિધ પ્રકારના શાક દાળ ભાત ખમણ પીરસવામાં આવી રહ્યા છે અત્યાર સુધી આ કેમ્પમાં 10 હજારથી વધુ ભક્તો સેવાનો લાભ લઇ ચૂક્યા છે. સિહુંજ નજીક ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 31 વર્ષથી સેવા કેમ્પ કરી રહ્યા છે. આ સેવા કેમ્પમાં યાત્રીઓ માટે નાસ્તા જમવા સાથે ઉઘવા નાહવા ધોવાની સુવિધાઓ સાથે મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ચાલીને આવતા ભકતોને માલિશ કરવા પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સેવા કેમ્પમાં 200થી વધુ સ્વયસેવકો સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ Dakor Fagun Purnima Fair 2026: મેળાનો ભવ્ય પ્રારંભ, 'જય રણછોડ'ના નાદ સાથે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
આ પણ વાંચોઃ Kheda: ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટીની નિમણૂક, કોના નામ પર લાગી મહોર?

Tags :
Advertisement

.

×