Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Dakor: ફાગણી પૂનમના મેળાને લઈને મોટા સમાચાર, આ સમયે મંદિરના દ્વાર બંધ રહેશે!

ડાકોર (Dakor) ખાતે 3 માર્ચે ફાગણી પૂનમના મેળામાં ચંદ્રગ્રહણને (Lunar Eclipse) કારણે બપોરે 2:00 વાગ્યે મંદિરના દ્વાર બંધ થશે, જે 4 માર્ચે સવારે ખુલશે. કલેક્ટરના (Collector) અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પોલીસ, પાલિકા અને ST વિભાગને યાત્રિકોની સુવિધા માટે મહત્વની સૂચનાઓ અપાઈ છે. લાખો પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર સજ્જ છે.
dakor  ફાગણી પૂનમના મેળાને લઈને મોટા સમાચાર  આ સમયે મંદિરના દ્વાર બંધ રહેશે
Advertisement
  • Dakor ફાગણી પૂનમે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર
  • ગ્રહણને કારણે શ્રદ્ધાળુઓ બપોર બાદ ઠાકોરજીના દર્શનથી વંચિત રહેશે
  • મેળાના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને ડાકોર ખાતે બેઠક

Dakor Phagani Poonam Mela 2026: ખેડા જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે આગામી ફાગણી પૂનમના (Fagani Poonam) પવિત્ર પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ભગવાન રણછોડરાયના (Lord Ranchhodray) દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. આ વર્ષે 3 માર્ચના રોજ યોજાનારા આ મહામેળાના સુચારુ આયોજન માટે ગાંધીનગર બાદ ખેડા કલેક્ટરના (District Collector) અધ્યક્ષસ્થાને ડાકોરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્ર (District Administration), પોલીસ તંત્ર (Police Department), અને મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Dakor: ચંદ્રગ્રહણને પગલે દર્શનના સમયમાં ફેરફાર

આ વર્ષે ફાગણી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) હોવાથી મંદિરના શિડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 3 માર્ચના રોજ બપોરે 2:00 વાગ્યાથી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવશે. જ્યોતિષીય ગણતરી અને ધાર્મિક પરંપરા અનુસાર, ગ્રહણના વેધને કારણે બપોર બાદ ઠાકોરજીના દર્શન થઈ શકશે નહીં. આથી જે પદયાત્રીઓ લાંબેથી ચાલીને આવે છે તેમને સમયસર દર્શન કરી લેવા વિનંતી કરાઈ છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ અને શુદ્ધિકરણની પ્રક્રિયા પછી, બીજા દિવસે એટલે કે 4 માર્ચના રોજ વહેલી સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ફરી ખુલશે.

Advertisement

તંત્ર દ્વારા સુવિધાઓનું આયોજન

dakor fagani_poonam mela_collector meeting_gujaratfirst

Advertisement

મેળામાં આવતા લાખો યાત્રિકોને હાલાકી ન પડે તે માટે કલેક્ટરે એસટી વિભાગ (ST Department) અને નગરપાલિકાને (Municipality) કડક સૂચનાઓ આપી છે. એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે જેથી ભક્તોને પરિવહનમાં સરળતા રહે. આ ઉપરાંત, નગરપાલિકાને સફાઈ, પીવાના પાણી અને લાઈટિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર (Police Force) દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Dakor માં ફાગણી પૂનમ મેળાને લઈને ગાંધીનગરમાં બેઠક

આ પણ વાંચોઃ Kheda: આખરે ખેડા કલેક્ટરને ડાકોર ગોમતી ઘાટની મુલાકાત કેમ લેવી પડી?, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×