Kheda: નેશ ગામના નબીરાને Dakor Police એ કરાવ્યું કાયદાનું ભાન! જાણો સમગ્ર મામલો
ડાકોરમાં ચાલુ કારે બિયર પીતા નબીરાઓનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. નેશ ગામના દિપક પરમારની ધરપકડ કરી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીએ બે હાથ જોડી, કાન પકડીને ફરી આવું કૃત્ય ન કરવાની ખાતરી સાથે માફી માંગી છે. પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
Advertisement
- Kheda: ડાકોર પોલીસે નબીરાને કરાવ્યું કાયદાનું ભાન
- બે હાથ જોડી કાન પકડી આરોપીએ માગી માફી
- ફરી આવું કૃત્ય નહિ કરે કહી માફી માગી
- પોલીસે નેશ ગામના દિપક પરમારની કરી ધરપકડ
Kheda: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) પાસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો હતો. આ વીડિયોમાં બે નબીરાઓ ચાલુ કારે બિયરની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. જોકે, આ વીડિયો વાયરલ થતાં જ ડાકોર પોલીસ (Dakor Police) એ જ ગણતરીના કલાકોમાં શખ્સોને શોધી કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

