Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kheda: ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટીની નિમણૂક, કોના નામ પર લાગી મહોર?

ડાકોર ટેમ્પલ કમિટીમાં લાંબા સમયના વિરામ બાદ નડિયાદ સેશન્સ કોર્ટે નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણી (Girish Dani) ની નિમણૂક કરી છે. કર્ણાવતી ક્લબના પૂર્વ ચેરમેન ગિરીશ દાણી હવે પરિન્દુ ભગત (Parindu Bhagat) સાથે મળી મંદિરનો વહીવટ સંભાળશે. કમિટીમાં કુલ 5 ટ્રસ્ટી હોય છે. હજુ પણ 3 જગ્યાઓ ખાલી છે.
kheda  ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટીની નિમણૂક  કોના નામ પર લાગી મહોર
Advertisement
  • Kheda ના સુપ્રસિદ્ધ ડાકોર ટેમ્પલ કમિટીમાં વધુ એક નવા ટ્રસ્ટીની નિમણૂંક
  • અમદાવાદના કર્ણાવતી ક્લબના પૂર્વ ચેરમેનની ટ્રસ્ટી તરીકે પસંદગી
  • ગિરીશ દાણીની ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે થઈ પસંદગી

Kheda: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે આવેલા રણછોડરાયજી મંદિરના વહીવટ માટે મહત્વની ગણાતી ટેમ્પલ કમિટી (Temple Committee) માં લાંબા સમયથી ચાલી રહેલી ખાલી જગ્યાનો આખરે અંત આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડાકોર ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટીઓની નિમણૂકને લઈને કાયદાકીય પ્રક્રિયા અને વહીવટી ગૂંચવણો જોવા મળી રહી હતી. આ ગૂંચવણોના કારણે કમિટીનું કામકાજ પ્રભાવિત થઈ રહ્યું હતું, પરંતુ હવે નડિયાદ સેશન્સ કોર્ટે (Nadiad Sessions Court) એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને નવા ટ્રસ્ટીની નિમણૂક પર મહોર મારી દીધી છે.

Kheda: ગિરીશ દાણીની ટ્રસ્ટી તરીકે વરણી

નડિયાદ સેશન્સ કોર્ટ (Nadiad Sessions Court) દ્વારા અમદાવાદના (Ahmedabad) જાણીતા ઉદ્યોગપતિ અને કર્ણાવતી ક્લબ (Karnavati Club) ના પૂર્વ ચેરમેન ગિરીશ દાણી (Girish Dani) ની ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે પસંદગી કરવામાં આવી છે. ગિરીશ દાણી સામાજિક અને વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, જેનો લાભ હવે ડાકોર મંદિરના વહીવટમાં મળશે તેવું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ડાકોર ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની સત્તા કાયદાકીય જોગવાઈ મુજબ સેશન્સ કોર્ટ પાસે હોય છે.

Advertisement

dakor temple commetee_gujaratfirst 2

Advertisement

Kheda: કમિટીનું માળખું અને ખાલી જગ્યાઓ

ડાકોર ટેમ્પલ કમિટીના નિયમો મુજબ, આ કમિટીમાં કુલ 5 ટ્રસ્ટીઓ (Trustees) હોય છે. અત્યાર સુધી આ કમિટીમાં માત્ર એક જ ટ્રસ્ટી કાર્યરત હતા, જેમના ખભે સમગ્ર મંદિરનો વહીવટી ભાર હતો. હાલમાં આ કમિટીના ચેરમેન (Chairman) તરીકે પરિન્દુ ભગત (Parindu Bhagat) કાર્યભાર સંભાળી રહ્યા છે. ગિરીશ દાણીની નિમણૂક બાદ હવે કમિટીમાં બે સભ્યો થયા છે, પરંતુ હજુ પણ ટેમ્પલ કમિટીમાં 3 ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી સમયમાં કોર્ટ દ્વારા વધુ નામો પર વિચારણા કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ Ambaji: મહેસૂલ મંત્રી Sanjaysinh Mahida એ મા અંબાના દર્શન કર્યા

વહીવટી સુધારાની આશા

યાત્રાધામ ડાકોરમાં દર પૂનમે અને તહેવારોમાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આવા સમયે મંદિરના ટ્રસ્ટી મંડળમાં પૂરતા સભ્યો હોવા અનિવાર્ય છે. છેલ્લા લાંબા સમયથી ટ્રસ્ટીઓની નિમણૂક ઘોંચમાં (Deadlock) પડી હોવાથી અનેક વિકાસકાર્યો અને વહીવટી નિર્ણયો વિલંબમાં પડતા હતા. હવે જ્યારે નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણી (Girish Dani) ની નિમણૂક થઈ છે, ત્યારે ભક્તો અને સ્થાનિકોમાં આશા જાગી છે કે મંદિરના વહીવટમાં વધુ પારદર્શિતા અને વેગ આવશે.

આ પણ વાંચોઃ Dakor: ફાગણી પૂનમના મેળાને લઈને મોટા સમાચાર, આ સમયે મંદિરના દ્વાર બંધ રહેશે!

આ પણ વાંચોઃ Kheda: નેશ ગામના નબીરાને Dakor Police એ કરાવ્યું કાયદાનું ભાન! જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×