Kheda : વડથલ ગામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : 42 ગામ પરગણાના લોકો ઉમટ્યા, 10 કિ.મી. લાંબી શોભાયાત્રા
- Kheda : વડથલ ગામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : 42 ગામ પરગણાના લોકો ઉમટ્યા, 10 કિ.મી. લાંબી શોભાયાત્રા
- હરસિદ્ધી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા : રોહિત સમાજના 2 હજારથી વધુ ભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો
- ખેડા જિલ્લામાં ભવ્ય મહોત્સવ : વડથલમાં 10 કિ.મી. શોભાયાત્રા અને લોકડાયરાની રમઝટ
- શ્રી હરસિદ્ધી ગ્રુપનું અદ્ભુત આયોજન : પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય ગરબા અને ડાયરા
- વડથલમાં હરસિદ્ધી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા : 42 ગામના લોકોની ઉપસ્થિતિમાં ભક્તિમય વાતાવરણ
Kheda : જિલ્લાના મહુધા તાલુકાના વડથલ ગામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં 636 રોહિત સમાજના 42 ગામ પરગણાના લોકોની વડથલ ગામમાં આયોજીત હરસિદ્ધી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ કાર્યક્રમમાં મોટી હાજરી જોવા મળી હતી. વડથલ ગામના સ્વયંસેવકોએ ગણતરીના મહિનાઓમાં એક ભવ્ય કાર્યક્રમ અને મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો, જે રંગેચંગે સંપન્ન થયો હતો.
Kheda : 10 કિમી લાંબી ભવ્ય શોભાયાત્રા
વડથલ ગામે યોજાયેલા હરસિદ્ધી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામે ગામના લોકો ઉમટ્યા હતા. અંદાજે 10 કિલોમીટરથી વધુ લાંબી મા હરસિદ્ધીની ભવ્ય શોભાયાત્રા અને વરઘોડો પણ યોજાયો હતો. ગામના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા અને વરઘોડોનું આયોજન થતા અન્ય સમાજના લોકોએ પણ શ્રી હરસિદ્ધી ગ્રુપના આયોજકોની કામગીરીને બિરદાવી હતી.
2 હજાર લોકોએ સામુહિક યજ્ઞમાં લીધો ભાગ
હરસિદ્ધી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજે 2 હજારથી વધુ માણસોએ સામુહિક યજ્ઞમાં ભાગ લીધો હતો. જેમાં શાસ્ત્રોક્તવિધી અનુસાર તેમજ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ધાર્મિક ક્રિયાઓ અનુસાર મંદિરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. વડથલ ગામમાં આયોજીત આ કાર્યક્રમમાં 42 ગામ પરગણાના વિવિધ ગામમાંથી લાખો રૂપિયાના દાનની સરવાણી પણ જોવા મળી હતી.
હજારો લોકોએ માતાજીની લીધી પ્રસાદી
શ્રી હરસિદ્ધી ગ્રુપ દ્વારા અંદાજે 2 હજારથી વધુ માણસો માટે ભવ્ય ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું, જેમાં હજારો લોકોએ માતાજીના ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો..શ્રી હરસિદ્ધી ગ્રુપના માઈક્રો મેનેજમેન્ટથી આ સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો.
લોક ગાયકોએ ભજનથી બનાવ્યું ભક્તિમય માહોલ
વડથલ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ ગણતરીના કલાકોમાં આયોજન કરાયું. જેમાં લોક ગાયકોએ ડાયરા અને ભજનની રમઝટ બોલાવી અને મોડી રાત સુધી ભાવીક ભક્તોએ ગરબા ગાઈને ભવ્ય કાર્યક્રમનો લ્હાવો લીધો હતો. ભવ્ય લોકડાયરા અને ગરબાના કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ અને યુવાઓ સહિત વડીલો પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા.
Kheda સ્વયંસેવકોએ કાર્યક્રમને બનાવ્યું સફળ
વડથલ ગામના વડીલોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી, તો શ્રી હરસિદ્ધી ગ્રુપના હાર્દિક પરમાર, વિજય પરમાર, મુકેશ પરમાર, ભરત પરમાર, દિનેશ પરમાર અને અન્ય યુવકોના માઈક્રો મેનેજમેન્ટને પણ વડીલોએ બિરદાવ્યું હતું. ગામના અન્ય યુવાઓએ પણ સ્વયંસેવા આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવતા ગામના અન્ય સમાજના લોકોએ પણ કામગીરીની સરાહના કરી હતી.
આ પણ વાંચો- અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ગૌરવ : બાળ યુરોલોજી પર આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રકાશિત


