ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KHEDA : લોહ પુરૂષ સરદાર પટેલના પરિજનની જમીનમાં ગોટાળાનો આરોપ

KHEDA : અરજદારે મજબુત દાવો રજુ કરતા ભારપૂર્વક જણાવ્યું કે, એનએની શરતોનો ભંગ થતા જમીન આજના સમયમાં પણ સરકાર હસ્તક લઇ શકે તેમ છે
11:44 AM Apr 19, 2025 IST | PARTH PANDYA
KHEDA : અરજદારે મજબુત દાવો રજુ કરતા ભારપૂર્વક જણાવ્યું કે, એનએની શરતોનો ભંગ થતા જમીન આજના સમયમાં પણ સરકાર હસ્તક લઇ શકે તેમ છે

KHEDA : ખેડાના નડિયાદ (KHEDA - NADIYAD) ના નગરપાલિકાના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન પર ગંભીર આરોપ સામે આવ્યા છે. દેશમાં લોહપુરૂષ તરીતે જાણીતા સરદાર વલ્લભભાઇ પટેલ (SARDAR PATEL) ના પરિજનની જમીનમાં ખોટા હુકમો કરાવી, ખોટી રીતે ખરીદી કરી લેવામાં આવી હોવાનો આરોપ લગાડવામાં આવી આવ્યો છે. આ સમગ્ર જમીન કૌભાંડમાં વિજય પટેલ સામે શંકાની સોય તકાઇ રહી છે (LAND SCAM - KHEDA) . આ અંગે ગોપાલ માંડોવરા નામના અરજદારે સિટી સર્વે અને જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરતા મામલો સપાટી પર આવ્યો છે.

ખોટા હુકમો કરાવીને ગણોત ધારા વિરૂદ્ધ વેચાણ કરી દીધી

નડિયાદ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન વિજય પટેલે દેશના લોહ પુરૂષ સરદાર પટેલના વારસદારોની જમીન બિન અધિકૃત રીતે ખરીદી હોવાનો અતિ ગંભીર મામલો સપાટી પર આવ્યો છે. સરદાર પટેલના મામાના દિકરા હરેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ દેસાઇની જમીનને બિન અધિકૃત રીતે ખરીદવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 1936 માં શ્રી સરકાર થયેલી હિરેન્દ્રભાઇ દેસાઇની જમીનને પૂર્વ ચેરમેન વિજયભાઇ નટુભાઇ પટેલ ઉર્ફે બબલભાઇ દ્વારા ખોટા હુકમો કરાવીને ગણોત ધારા વિરૂદ્ધ વેચાણ કરી દીધી હોવાના આરોપ અરજદારે લગાવ્યા છે. આ સમગ્ર મામલે જાન્યુઆરી માસમાં જાહેર જનતા જોગ નોટીસ આપવામાં આવી હતી.

52 પ્લોટનું ખોટી રીતે એકત્રીકરણ કરી દેવામાં આવ્યું

વર્ષ 1963 માં જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને 30 વર્ષ બાદ 1993 માં શંકાસ્પદ રીતે રદ્દ કરી દેવામાં આવ્યો હોવાનો આરોપ અરજદારે લગાવ્યો હતો. વર્ષ 1994 માં 109 ગુંઠા જમીન એનએ કરાવી લેવામાં આવી હતી. નિયમ મુજબ 6 માસમાં બાંધકામ શરૂ કરીને 2 વર્ષમાં પૂર્ણ કરવાનું હોય છે. તેમ છતાં આજદિન સુધી બાંધકામ નહીં કરીને શરતોનો ભંગ કરાયો છે. એટલું જ નહીં વર્ષ 2024 માં સીટી સર્વેની કચેરીમાં જમીન માલિકોના નામ કમી કરાવ્યા વગર, તમામ 52 પ્લોટનું ખોટી રીતે એકત્રીકરણ કરી દેવામાં આવ્યું છે. અરજદારે મજબુત દાવો કરતા જણાવ્યું કે, એનએની શરતોનો ભંગ થતા જમીન આજના સમયમાં પણ સરકાર હસ્તક લઇ શકે તેમ છે. આ તમામ દાવાઓને જોતા જો ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવે તો વિજય પટેલની મુશ્કેલીઓ ચોક્કસથી વધી શકે છે.

આ પણ વાંચો ---  VADODARA : ઓનલાઇન ગેમમાં દેવાના ભારણ સામે યુવકની જીંદગી હારી ગઇ

Tags :
ActivistInActionAskForActionFamilyLandGujaratFirstGujaratiNewsIronManOfIndiaKhedaLand scamScamAlert
Next Article