Kheda: અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ખાડારાજ, ભાથીજી મહારાજના દર્શને જતાં ભક્તોને ભારે મુશ્કેલી
ખેડા જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર હાઇવે (NH-47) પર ચોમાસા બાદ રસ્તાની સ્થિતિ બિસ્માર બની છે. કઠલાલથી વાવડી સુધી આશરે 70 કિમીના પટ્ટામાં અનેક મસમોટા ખાડા પડ્યા છે. પીઠાઇ અને વાવડી ટોલ પ્લાઝા પર ટોલ વસૂલાત હોવા છતાં વાહનચાલકો મુશ્કેલીમાં છે. ફાગવેલ યાત્રાધામ અને ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશનને કારણે માર્ગ પર સતત વાહનવ્યવહાર રહે છે. રોડનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ કરાઈ છે.
Advertisement
Kheda Road Condition: ખેડા જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર હાઇવે (Ahmedabad-Indore Highway) તરીકે ઓળખાતા નેશનલ હાઇવે-47 (NH-47) ની હાલત ચોમાસાના વરસાદ બાદ કથળી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતને મધ્ય પ્રદેશ સાથે જોડતા આ મહત્વના માર્ગ પર કઠલાલથી ગોધરાના વાવડી સુધી આશરે 70 કિલોમીટરના પટ્ટામાં અનેક સ્થળોએ મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

