Kheda: ભણતરના નામે જોખમ! ખંભાલી શાળામાં વિદ્યાર્થીને ટાંકી સાફ કરાવતાં હાથમાં ફ્રેક્ચર!
- Kheda ના મહેમદાવાદની ખંભાલી પ્રા. શાળાનો વિવાદ
- ધો-7ના વિદ્યાર્થીને હાથમાં થયુ ફ્રેક્ચર
- વિદ્યાર્થીના પિતાના આરોપોને શાળાએ ખોટા ગણાવ્યા
Kheda:ખેડા જિલ્લાના મહેમદાવાદ (Mahemdavad) તાલુકામાં આવેલી ખંભાલી પ્રાથમિક શાળા (Khambhali Primary School) અત્યારે વિવાદોના ઘેરામાં આવી છે. અહીં અભ્યાસ કરતા ધોરણ-7ના એક નિર્દોષ વિદ્યાર્થીને શાળાના શિક્ષકો દ્વારા ભણાવવાને બદલે ટાંકી સાફ કરવાના કામે લગાડવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. DPEO એ કહ્યું પાણીની ટાંકી (Water Tank) સાફ કરતી વખતે વિદ્યાર્થી પડી ગયો હતો. જેથી તેને તેને ગંભીર ઈજા થઈ હતી. તબીબી તપાસ બાદ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીને હાથમાં ફ્રેક્ચર (Fracture) થયું છે. જેથી તેની સારવાર ચાલી રહી છે.
Kheda:પિતાના ગંભીર આક્ષેપો
વિદ્યાર્થીના પિતાએ શાળા પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, શાળાના આચાર્ય (Principal) એ આ આખી ઘટનાને દબાવી દેવા માટે રૂપિયા (Money) આપી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. પિતાનો આક્ષેપ છે કે શાળામાં બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે મજૂરી (Labor Work) કરાવવામાં આવે છે. જોકે, બીજી તરફ શાળાના સત્તાધીશો આ તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા (False Allegations) ગણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ kheda: મીનાવાડામાં બે DJ વચ્ચેની હરીફાઈમાં મર્યાદા વટાવી! ગાળાગાળી કરતાં 19 સામે ફરિયાદ
તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વાયુવેગે પ્રસરતા શિક્ષણ વિભાગ (Education Department) હરકતમાં આવ્યું છે. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) એ આ મામલાની ગંભીરતા નોંધીને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર પ્રકરણની તપાસ મહેમદાવાદના તાલુકા શિક્ષણાધિકારી (TPEO) ને સોંપવામાં આવી છે.
DPEO એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તપાસમાં શાળાના કોઈ પણ કર્મચારી કે આચાર્ય કસૂરવાર (Guilty) ઠરશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં (Strict Action) લેવામાં આવશે. હાલ તો પિતાએ ન્યાયની માંગ કરી છે.
આ પણ વાંચોઃ GTU Convocation: ખેડા જીલ્લાની દીકરીએ શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો, Megha Dave એ GTU માં મેળવ્યો ગોલ્ડ મેડલ!


