Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

kheda: મીનાવાડામાં બે DJ વચ્ચેની હરીફાઈમાં મર્યાદા વટાવી! ગાળાગાળી કરતાં 19 સામે ફરિયાદ

ખેડાના (Kheda) મીનાવાડામાં લગ્ન પ્રસંગે 'મહાલક્ષ્મી' અને 'જય માડી' DJ વચ્ચે યોજાયેલી કોમ્પિટિશનમાં માઈક પર અભદ્ર ટિપ્પણીઓ થતા વિવાદ વકર્યો હતો. વાયરલ વીડિયોના આધારે મહુધા પોલીસે (Mahudha Police) બંને DJ ના માલિકો, ઓપરેટરો અને ડ્રાઈવરો સહિત કુલ 19 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
kheda  મીનાવાડામાં બે dj વચ્ચેની હરીફાઈમાં મર્યાદા વટાવી  ગાળાગાળી કરતાં 19 સામે ફરિયાદ
Advertisement
  • kheda DJ Controversy: બે DJ વચ્ચેની હરિફાઈમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
  • મહુધાના મીનાવાડા ગામમાં બે DJ વચ્ચે કોમ્પિટિશન
  • બંને DJના કુલ 19 લોકો સામે નોંધાઈ ફરિયાદ

Kheda DJ Controversy:ખેડા (Kheda) જિલ્લાના મહુધા (Mahudha) તાલુકાના મીનાવાડા (Minavada) ગામે લગ્ન પ્રસંગમાં બે DJ સંચાલકો વચ્ચેની હરિફાઈનો મામલો મહુધા પોલીસ સ્ટેશન (Mahudha Police Station) સુધી પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને જાહેરમાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓના આધારે પોલીસે 19 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kheda DJ Controversy: બે DJ વચ્ચે બબાલ!

ખેડા જિલ્લામાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે મહુધા (Mahudha) ના મીનાવાડા (Minavada) ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગ મોજને બદલે વિવાદમાં ફેરવાઈ ગયો હતો. ગામમાં આયોજિત વરઘોડામાં બે પ્રખ્યાત DJ 'મહાલક્ષ્મી DJ' (Mahalaxmi DJ) અને 'જય માડી DJ' (Jai Madi DJ) બોલાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં ગીતોની રમઝટ બોલતી હોય છે, પરંતુ અહીં બંને DJ સંચાલકો વચ્ચે અહમની લડાઈ શરૂ થઈ હતી.

Advertisement

Kheda DJ Controversy: અપશબ્દો ઉચ્ચાર્યા!

બંને પક્ષોએ એકબીજાથી ચડિયાતા સાબિત થવા માટે 'DJ કોમ્પિટિશન' (DJ Competition) શરૂ કરી હતી. આ હરિફાઈ દરમિયાન મર્યાદા ઓળંગી જવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બંને DJ ના માઇક ઓપરેટરોએ જાહેરમાં લાઉડસ્પીકર પર એકબીજા વિરુદ્ધ અત્યંત અભદ્ર અને અશ્લીલ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. આ ગાળાગાળી એટલી હદે વધી ગઈ હતી કે લગ્નમાં હાજર મહેમાનો અને ગ્રામજનો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Kheda Land Scam: 'આરોપીઓને છાવરવાની દિશામાં કાર્યવાહી' મહેમદાવાદ મામલતદારને કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

ઘટનાનો વીડિયો વાયરલ

આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયા હતા, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે કેવી રીતે જાહેર રસ્તા પર મોટા અવાજે ગાળાગાળી કરવામાં આવી રહી હતી. આ બાબતની જાણ પોલીસને થતા મહુધા પોલીસે (Mahudha Police) તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે તપાસ હાથ ધરીને 'મહાલક્ષ્મી DJ' અને 'જય માડી DJ' ના માલિકો (Owners), ડ્રાઈવર (Driver), ઓપરેટર (Operator) અને માઈકિંગ કરનારા શખ્સો સહિત કુલ 19 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પોલીસ કાર્યવાહી

પોલીસ ફરિયાદ મુજબ, આ શખ્સોએ જાહેર શાંતિનો ભંગ કરવા ઉપરાંત મંજૂરી વગર મોટા અવાજે મ્યુઝિક વગાડવા અને માઈક પર બીભત્સ શબ્દોનો પ્રયોગ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ખેડા પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય DJ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે ગામડાઓમાં DJ વચ્ચેની હરિફાઈના કિસ્સાઓ વધતા જાય છે, જે ક્યારેક મોટી હિંસાનું કારણ પણ બની શકે છે, તેવામાં પોલીસે સમયસર પગલાં ભરીને કડક સંદેશ આપ્યો છે. હાલમાં તમામ 19 આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ તપાસ તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ  Kheda: ખેડા જીલ્લામાં 3 વર્ષ પહેલાં નાખેલા LED પોલના રુપિયા અત્યારે ઉપાડવાનો કારસો

Tags :
Advertisement

.

×