Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda: "સોરી મમ્મી..." લખી જય પાટીલે જીવન ટૂંકાવ્યું, નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત!

Kheda: નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલે શિક્ષકોના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે. સુસાઈડ નોટમાં નિર્દોષ હોવા છતાં બદનામ કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે એલ.સી. (LC) આપી દેવાની ધમકી અને સતત ટોર્ચરને કારણે પુત્ર ડિપ્રેશનમાં હતો અને આ અંતિમ પગલું ભર્યું.
kheda   સોરી મમ્મી     લખી જય પાટીલે જીવન ટૂંકાવ્યું  નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત
Advertisement
  • Kheda Student Suicide: નડિયાદમાં વિદ્યાર્થીનો આપઘાત
  • શિક્ષકના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારનો આરોપ
  • મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે: સ્યુસાઈડ નોટ

Kheda Student Suicide:નડિયાદ શહેરના મંજીપુરા (Manjipura) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની જાણીતી દિનશા પટેલ નર્સિંગ કોલેજ (Dinsha Patel Nursing College) માં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય વિજયકુમાર પાટીલે (Jay Vijaykumar Patil) ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર શૈક્ષણિક જગતમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Kheda Student Suicide: સુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા

મૃતક વિદ્યાર્થી પાસેથી મળી આવેલી સુસાઈડ નોટ (Suicide Note) એ સૌને હચમચાવી દીધા છે. જયે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, "સોરી મમ્મી, હું કંટાળી ગયો છું." તેણે સ્પષ્ટપણે કોલેજના મેડમ (College Faculty) પર પુરાવા વગર પાયાવિહોણા આક્ષેપો કરવાનો આરોપ લગાવ્યો છે. જયે લખ્યું કે, તે કોઈના શરીરની મજાક ઉડાવતો નથી અને તે નિર્દોષ હોવા છતાં તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તેણે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો તેની ભૂલ હોત તો તેને અફસોસ ન થાત, પરંતુ નિર્દોષ હોવા છતાં બદનામી સહન કરવી તેના માટે અશક્ય બની ગઈ હતી.

Advertisement

Advertisement

Kheda Student Suicide: પરિવારના કોલેજ પર ગંભીર આક્ષેપો

વિદ્યાર્થીના પિતા વિજયભાઈ પાટીલે (Vijaybhai Patil) કોલેજ પ્રશાસન અને શિક્ષકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કોલેજના શિક્ષકોએ ભેગા મળીને જયને માનસિક રીતે ટોર્ચર (Mental Torture) કર્યો હતો. શિક્ષકો દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો જયમાં સુધારો નહીં જણાય તો તેને લિવિંગ સર્ટિફિકેટ (Leaving Certificate - LC) આપી દેવામાં આવશે. આ પ્રકારની ધમકીઓ અને સતત માનસિક દબાણને કારણે જય છેલ્લા ત્રણ દિવસથી ભારે ડિપ્રેશન (Depression) માં હતો.

આ પણ વાંચોઃ Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?

માનસિક દબાણ અને એકલતા

પરિવારનું કહેવું છે કે જયને કોલેજમાં એકલો પાડી દેવામાં આવ્યો હતો. શિક્ષકોના કડક વલણ અને પુરાવા વગરના બ્લેમિંગ (Blaming) ને કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો.  હાલમાં પોલીસ (Nadiad Police) આ મામલે વધુ તપાસ કરી રહી છે અને સુસાઈડ નોટના આધારે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ Kheda: ભણતરના નામે જોખમ! ખંભાલી શાળામાં વિદ્યાર્થીને ટાંકી સાફ કરાવતાં હાથમાં ફ્રેક્ચર!

આ પણ વાંચોઃ Kheda: પોલીસ બનવાના સપના જોતા 2 યુવાનોની કારકિર્દી પર પાણી ફર્યું! નોંધાઈ FIR

Tags :
Advertisement

.

×