Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Nadiad: દિનશા પટેલ નર્સિંગ કોલેજના 4 ફરાર શિક્ષકોને નોટિસ! દલિત સમાજમાં ભારે રોષ

દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના મનેજમેન્ટ દ્વારા આચાર્ય અને 3 મહિલા શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. નોટીસમાં એવો વિચિત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ શિક્ષકો દ્વારા FI અંગે જાણ કરાઈ નથી. નોટીસ મુજબ, આચાર્ય વીરેન્દ્ર જૈન, પ્રોફેસર ધારા વ્યાસ, પ્રકૃતિ પટેલ અને શેરીન જાદવ ગત 5 મી ફેબ્રુઆરીથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના રજા પર છે.
nadiad  દિનશા પટેલ નર્સિંગ કોલેજના 4 ફરાર શિક્ષકોને નોટિસ  દલિત સમાજમાં ભારે રોષ
Advertisement
  • Nadiad Jay Patil Suicide Case: આચાર્ય અને 3 મહિલા પ્રોફેસરને નોટીસ
  • જય આપઘાત કેસમાં ફરાર ચારને નોટિસ અપાઈ
  •  દલિત આંદોલન ઉગ્ર બનતા કોલેજ બચાવ મુદ્રામાં 

Nadiad Jay Patil Suicide Case: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આવેલી દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ (Dinsha Patel College of Nursing) ના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત બાદ વિવાદોના વમળમાં ફસાઈ છે. વિદ્યાર્થી જય પાટીલ (Jay Patil) ના આપઘાત કેસમાં સંડોવાયેલા આચાર્ય અને 3 મહિલા પ્રોફેસરને છેલ્લા 14 દિવસથી ફરાર છે. કોલેજ મેનેજમેન્ટે હવે પોતાની છબી બચાવવા માટે આ ચારેય આરોપીઓને કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારી છે, જેને લઈને મૃતકના પરિવાર અને દલિત સમાજ (Dalit Samaj) માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Nadiad Jay Patil Suicide Case: સંસ્થાની શાખ બચાવવાના પ્રયાસો!

દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના મનેજમેન્ટ દ્વારા આચાર્ય અને 3 મહિલા પ્રોફેસરને નોટીસ આપવામાં આવી છે. નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ શિક્ષકો સામે FIR થઈ છે તે અંગે જાણ કરાઈ નથી. નોટિસ મુજબ, આચાર્ય વીરેન્દ્ર જૈન (Virendra Jain), પ્રોફેસર ધારા વ્યાસ (Dhara Vyas), પ્રકૃતિ પટેલ (Prakriti Patel) અને શેરીન જાદવ (Sherin Jadav) ગત 5 મી ફેબ્રુઆરીથી કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ વિના રજા પર છે.

Advertisement

ત્રણ દિવસમાં ખુલાસો નહિ તો સસ્પેન્ડ

કોલેજ પ્રશાસને નોટીસમાં સ્પષ્ટ કર્યું છે કે જો આગામી 3 દિવસમાં આ ચારેય કર્મચારીઓ હાજર થઈને યોગ્ય ખુલાસો નહીં આપે, તો તેમને સસ્પેન્ડ (Suspend) કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, દલિત આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યારે આખી દુનિયા જાણે છે કે પોલીસ આ ચારેયની શોધ કરી રહી છે, ત્યારે કોલેજ પ્રશાસન FIR થી અજાણ હોવાનું નાટક કેમ કરી રહ્યું છે? કોલેજે આ આરોપીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાને બદલે માત્ર શો-કોઝ નોટીસ આપીને સંતોષ માન્યો છે, જે મેનેજમેન્ટની શંકાસ્પદ ભૂમિકા દર્શાવે છે.

Advertisement

દલિત આંદોલન ઉગ્ર બન્યું

બીજી તરફ, મૃતક જય પાટીલના સમર્થનમાં દલિત સમાજ અને તેનો પરિવાર છેલ્લા 14 દિવસથી ન્યાય માટે લડત આપી રહ્યા છે. જય પાટીલે કોલેજના આ ચાર પ્રોફેસરો અને બહારના એક વ્યક્તિના માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. સતત બે અઠવાડિયા વીતવા છતાં નડિયાદ પોલીસે આરોપીઓને પકડી ના શકી હોવાના આરોપ લાગ્યા છે. જેથી દલિત સમાજમાં રોષ છે.

આ પણ વાંચોઃ Kheda: 13મા દિવસે પણ આરોપીઓની ધરપકડ નહીં! નડિયાદમાં વિદ્યાર્થી આપઘાત મામલો વધુ ઉગ્ર બન્યો

આ પણ વાંચોઃ Kheda: મહિલાને હોટલમાં LC લેવા બોલાવનાર નડિયાદના આચાર્યની ધરપકડ! જાણો સમગ્ર ઘટના

Tags :
Advertisement

.

×