Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda: પોલીસ બનવાના સપના જોતા 2 યુવાનોની કારકિર્દી પર પાણી ફર્યું! નોંધાઈ FIR

ખેડા પોલીસ હેડક્વાર્ટર (Kheda Headquarter) ખાતે શારીરિક કસોટી દરમિયાન ચેસ્ટ નંબર 258 ના ઉમેદવાર હિતેશ પરમારે દોડવામાં અસમર્થ હોવાથી પોતાની સેન્સર ચીપ કટરથી કાપી મિત્ર ઘનશ્યામ પરમારને આપી દીધી હતી. ટેકનિકલ સર્વરમાં એક ઉમેદવાર ઓછો દેખાતા આ છેતરપિંડી પકડાઈ ગઈ હતી. ભાવનગરના આ બંને યુવાનો સામે ગેરરીતિ અટકાવવા બાબતના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
kheda  પોલીસ બનવાના સપના જોતા 2 યુવાનોની કારકિર્દી પર પાણી ફર્યું  નોંધાઈ fir
Advertisement
  • Kheda: જિલ્લામાં પોલીસ ભરતીમાં ગેરરીતિ અંગે ફરિયાદ
  • ખેડા ટાઉન પોલીસ મથકે બે ઉમેદવાર સામે ફરિયાદ
  • કોન્સ્ટેબલ અને ઇન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષામાં આવ્યા હતા ઉમેદવાર

Kheda:ખેડા જિલ્લામાં ચાલી રહેલી પોલીસ ભરતી (Police Recruitment) પ્રક્રિયામાં એક ચોંકાવનારી ગેરરિતીની ઘટના સામે આવી છે. શારીરિક કસોટી દરમિયાન પાસ થવા માટે બે મિત્રોએ ફિલ્મી ઢબે રચેલું કાવતરું પોલીસની સતર્કતા અને ટેકનિકલ સિસ્ટમને કારણે નિષ્ફળ ગયું છે. ખેડા ટાન પોલીસે (Kheda Town Police) બે ઉમેદવારો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  જાણો સમગ્ર ઘટના!

Kheda: વહેલી સવારે દોડ શરૂ થઈ અને સર્જાયો ડ્રામા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા ખેડા હેડ ક્વાર્ટર (Kheda Headquarter) ખાતે શારીરિક ક્ષમતા અને માપણી કસોટી (Physical Efficiency Test) નું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે વહેલી સવારે 4:00 વાગ્યે ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી. પ્રથમ બેચમાં 200 ઉમેદવારોની દોડ પૂર્ણ થયા બાદ બીજી બેચના 200 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. પ્રથમ રાઉન્ડમાં તમામ ઉમેદવારો દોડતા દેખાતા હતા, પરંતુ બીજા રાઉન્ડમાં કંઈક અજુગતું બન્યું.

Advertisement

Advertisement

સર્વરમાં 199 ઉમેદવારો દેખાયા અને પોલ ખુલી

મેદાન પર કુલ 200 ઉમેદવારો દોડી રહ્યા હતા, પરંતુ ફરજ પરના અધિકારીઓએ જ્યારે ટેકનિકલ સર્વર (Technical Server) ચેક કર્યું તો તેમાં માત્ર 199 ઉમેદવારોની ચિપ એક્ટિવ દેખાતી હતી. એક ઉમેદવાર ગાયબ જણાતા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચેસ્ટ નંબર 258 (Chest No-258) ધરાવતો ઉમેદવાર પગમાં ચિપ વગર જ દોડી રહ્યો હતો.

આ પણ વાંચોઃ kheda: મીનાવાડામાં બે DJ વચ્ચેની હરીફાઈમાં મર્યાદા વટાવી! ગાળાગાળી કરતાં 19 સામે ફરિયાદ

કટરથી ચિપ કાપી મિત્રને પકડાવી દીધી

પોલીસે જ્યારે ચેસ્ટ નંબર 258 ના ઉમેદવાર હિતેશ રમેશભાઈ પરમાર (Hitesh Rameshbhai Parmar) ને અટકાવીને પૂછપરછ કરી, ત્યારે સત્ય બહાર આવ્યું. હિતેશે કબૂલાત કરી કે તેનાથી દોડ પૂરી થઈ શકે તેમ નહોતી, તેથી તેણે અગાઉથી નક્કી કર્યા મુજબ પોતાની પાસે રાખેલા કટર (Cutter) વડે પગમાં બાંધેલી સેન્સર ચિપ (Sensor Chip) કાપી નાખી હતી. આ ચિપ તેણે પોતાના મિત્ર ઘનશ્યામ ભરતભાઈ પરમાર (Ghanshyam Bharatbhai Parmar) ને આપી દીધી હતી, જે પણ એ જ બેચમાં દોડી રહ્યો હતો.

ભાવનગરના બે મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી

આ બંને મિત્રો ભાવનગર (Bhavnagar) જિલ્લાના સિહોર (Sihor) તાલુકાના રહેવાસી છે. હિતેશ પરમાર (રહે. બુઢણા) અને ઘનશ્યામ પરમાર (રહે. ઢાંકણ કુંડ) એ ભેગા મળીને પોલીસ ભરતીમાં પાસ થવા માટે આ પૂર્વ આયોજિત કાવતરું (Pre-planned Conspiracy) ઘડ્યું હતું. ખેડા પોલીસે આ મામલે કડક વલણ અપનાવી બંને સામે 'ધી ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ' હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Kheda: 'વાસ્મો વિભાગ ટાંકી તોડી નવી બનાવી આપે' મહિસામાં જર્જરિત ટાંકીનો મુદ્દો ફરી ઉછળ્યો!

Tags :
Advertisement

.

×