ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda : દારૂની ગાડીનું કટિંગ થઈ રહ્યું હતુ અને પોલીસ પહોંચી, ₹1.37 કરોડનું વિદેશી દારૂ-7 ગાડીઓ જપ્ત, 3 લોકોની ધરપકડ

Kheda : ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના કડક અમલ વચ્ચે ખેડા (Kheda) જિલ્લાના કઠલાલ (Kathalal) તાલુકાના ગાડવેલ (Gadvel) ગામ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે વિદેશી દારૂના મોટા કારોબાર પર કડક કાર્યવાહી કરી છે. પોલીસના દરોડામાં અંદાજે 1 કરોડ 37 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 7 વાહનો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 3 આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે
07:36 PM Nov 07, 2025 IST | Mujahid Tunvar
Kheda : ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના કડક અમલ વચ્ચે ખેડા (Kheda) જિલ્લાના કઠલાલ (Kathalal) તાલુકાના ગાડવેલ (Gadvel) ગામ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે વિદેશી દારૂના મોટા કારોબાર પર કડક કાર્યવાહી કરી છે. પોલીસના દરોડામાં અંદાજે 1 કરોડ 37 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 7 વાહનો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 3 આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે

Kheda : ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના કડક અમલ વચ્ચે ખેડા (Kheda) જિલ્લાના કઠલાલ (Kathalal) તાલુકાના ગાડવેલ (Gadvel) ગામ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે વિદેશી દારૂના મોટા કારોબાર પર કડક કાર્યવાહી કરી છે. પોલીસના દરોડામાં અંદાજે 1 કરોડ 37 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 7 વાહનો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 3 આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેમાંથી એક આગ્રા (ઉત્તર પ્રદેશ)નો અને બે કઠલાલ વિસ્તારના છે. કુલ મુદ્દામાલની કિંમત 1 કરોડ 83 લાખથી વધુ જણાવાઈ રહી છે, અને આ મામલે ગણનાપાત્ર કેસ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુપ્ત બાતમીના આધારે રેડ

મળતી માહિતી અનુસાર, ખેડા LCBએ ગુપ્ત બાતમીના આધારે ગાડવેલ ગામ નજીક દારૂનું કટીંગ થતું હોવાથી તુરંત રેડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને વિદેશી દારૂના વિશાળ જથ્થા સાથે 7 વાહનો મળી આવ્યા હતા, જે વિદેશી દારૂની ડિલિવરી લેવા માટે આવ્યા હતા. આરોપીઓ વિદેશી દારૂને વાહનો થકી આસપાસના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવવાનો હતો. DySP દિવ્યાબેન જાડેજાએ પોતાની ટીમના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશનને અમલમાં મુક્યું, જેમાં તેમણે જણાવ્યું કે, "આ કાર્યવાહીથી દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા તત્ત્વોને મોટો ફટકો લાગ્યો છે. અમે તપાસમાં દારૂના સ્ત્રોત અને વેચાણના માર્ગની ઊંડી તપાસ કરીશું."

દારૂ સહિત 1.83 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓની ધરપકડ દરમિયાન પોલીસને કુલ 45 લાખથી વધુના વાહનો અને અન્ય સામગ્રી મળી, જેની કુલ કિંમત 1.83 કરોડથી વધુ છે. આમાંથી એક આરોપી આગ્રાથી આવ્યો હોવાથી આ કારોબારમાં પરપ્રાંતિય નેટવર્ક સામેલ હોવાની શંકા છે. બાકીના બે આરોપીઓ કઠલાલ વિસ્તારના સ્થાનિક છે, જેમને પૂછપરછમાં દારૂના કટીંગ અને વિતરણ વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, અને ગાડીઓ છોડીને ભાગી ગયેલા વધુ આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે.

ગુજરાતમાં પાછલા દિવસોમાં દારૂબંધીના અમલને મજબૂત કરવા માટે મોટા પ્રમાણમાં દારૂના જથ્થાને પકડી પાડવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનથી ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરીને મોટો ફટકો લાગ્યો છે." પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો.

આ પણ વાંચો- Gujarat Relief Package : ‘દાદા સરકાર’ એ ખેડૂતો માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જાણો કોણે શું કહ્યું ?

Tags :
Foreign DrugsGadvelKathalalKhedaKheda newuzLCBO perationLiquor Prohibition
Next Article